Abtak Media Google News

રાજકોટના સોપારી કિલરના સીસીટીવી ફૂટેજ મળ્યા: હોટલમાં ભાડુતી મારા સાથે ચર્ચા થયાનું ખુલ્યું

જામનગરના એડવોકેટ કિરીટભાઇ જોષીની હત્યાની સોપારી રાજકોટની હોટલમાં આપવામાં આવ્યાનું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યા બાદ જામનગર એલસીબી સ્ટાફે રાજકોટના વિવિધ સ્થળના સીસીટીવી ફુટેજ મેળવી તપાસ કરતા રાજકોટના શખ્સે જ હત્યા માટે સોપારી લીધાનું ખુલતા સનસનાટી મચી ગઇ છે.

Advertisement

જામનગર પોલીસે રાજકોટના સોપારી કિલરની શોધખોળ હાથધરી છે.

જામનગરની રૂ.૧૦૦ કરોડની જમીનના મામલે એડવોકેટ કિરીટભાઇ જોષીની ભૂ માફિયા જયેશ પટેલે મુંબઇના ભાડુતી મારા દ્વારા હત્યા કરાવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે એન્ડરશન અને સાયમન લુઇસ દેવીનંદન નામના શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન બંને ભાડુ મારા રાજકોટની હોટલમાં સોપારી અંગેની ચર્ચા થયાનું પોલીસ તપાસમાં બહાર આવતા જામનગર એલસીબી સ્ટાફે રાજકોટના ૧૫૦ ફુટ રીંગ રોડ, ગોંડલ ચોકડી અને ઉમિયા ચોક ખાતે ભાડુતી મારા સાથે મરૂન કલરના શર્ટ પહેરેલો રાજકોટનો શખ્સ જોવા મળ્યો હતો.

રાજકોટના શખ્સે જ એડવોકેટ કિરીટ જોષીની હત્યા માટે સોપારી લીધાની શંકા સાથે જામનગર પોલીસે રાજકોટમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હત્યામાં સંડોવાયેલા મુખ્ય સુત્રધાર જયેશ પટેલ દુબઇ ભાગી ગયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.