Abtak Media Google News

અમદાવાદમાં 27મીએ ઉદઘાટન સમારોહ અને 12મી ઓકટોબરે સુરતમાં સમાપન  સમારોહ

મુખ્યમંત્રી   ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં  ર9મી સપ્ટેમ્બરથી  યોજાનારી 36મી નેશનલ ગેઇમ્સના સફળ આયોજન માટે ઓર્ગેનાઇઝિંગ કમિટિની બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.

7 વર્ષના અંતરાલ બાદ યોજાઇ રહેલી આ 36મી નેશનલ ગેઇમ્સનું યજમાન પદ ગુજરાતને મળ્યું છે તેનું ગૌરવ કરતાં મુખ્યમંત્રી એ દેશભરના ખેલાડીઓ માટે આ ગેઇમ્સ એક યાદગાર સંભારણું બની રહે તેવું સુદ્રઢ આયોજન સુનિશ્ચિત કરવા આ બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું.

દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અંદાજે 8 હજાર ઉપરાંત ખેલાડીઓ આ નેશનલ ગેઇમ્સની વિવિધ 36 રમતોમાં પોતાનું ખેલ કૌશલ્ય ઝળકાવવાના છે. ગુજરાતના 6 મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર અને ગાંધીનગરમાં આ રમતોત્સવની વિવિધ સ્પર્ધાઓ યોજાશે.

આ મહાનગરોમાં કુલ મળીને 17 જેટલા સ્થળોએ વિવિધ 36 રમતોનું આયોજન સુચારૂ રીતે પાર પડે તે માટે મુખ્ય સચિવ  પંકજકુમારના નેતૃત્વમાં નેશનલ ગેઇમ્સ એક્ઝિકયુટીવ કમિટિની રચના કરવામાં આવેલી છે.

આ ઉપરાંત 6 મહાનગરોમાં પણ સિટી કમિટિની જવાબદારી સચિવ કક્ષાના અધિકારીઓને સોંપવામાં આવી છે.  જેમાં અમદાવાદ માટે શહેરી વિકાસ અગ્ર સચિવ  મુકેશકુમાર, સુરત માટે જી.આઇ.ડી.સી.ના એમ.ડી  થેન્નારસન, ભાવનગર માટે એસ.ટી. નિગમના એમ.ડી. શ્રી ગાંધી, રાજકોટ માટે ઉદ્યોગ કમિશનર   રાહુલ ગુપ્તા, વડોદરા માટે જી.યુ.વિ.એન.એલ ના એમ.ડી  શિવહરે અને ગાંધીનગર માટે કમિશનર   મ્યુનિસિપાલીટીઝ એડ્મીનીસ્ટ્રેશન શ્રી રાજકુમાર બેનિવાલ જવાબદારી સંભાળશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તા. ર7મી સપ્ટેમ્બરે આ નેશનલ ગેઇમ્સનો ભવ્ય ઉદઘાટન સમારોહ દોઢ લાખ જેટલા રમતપ્રેમીઓ, ખ્યાતનામ ખેલાડીઓની ઉપસ્થિતીમાં યોજાવાનો છે તેના તલસ્પર્શી આયોજનની પણ વિસ્તૃત ચર્ચા-વિચારણા આ બેઠકમાં હાથ ધરવામાં આવી હતી. રમતોત્સવનું સમાપન સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં તા. 1રમી ઓક્ટોબરે કરાશે.

રમત-ગમત અગ્ર સચિવ   અશ્વિનીકુમારે આ બેઠકમાં જણાવ્યું કે, નેશનલ ગેઇમ્સ માટે રાજ્યભરમાં ઉત્સાહ-ઉમંગનું વાતાવરણ વધુ ઊજાગર કરવાનું પણ સુગ્રથિત આયોજન કરવામાં આવેલું છે.

તદઅનુસાર, તા.1ર થી 16 સપ્ટેમ્બર દરમ્યાન શાળા-કોલેજોમાં એક્ટિવેશન, 6 શહેરોમાં તા. 1પ થી રપ સપ્ટેમ્બર દરમ્યાન સ્પોર્ટસ કાર્નિવલ તેમજ તા. રર થી ર9 સપ્ટેમ્બર દરમ્યાન મેસ્કોટ રેલી યોજવામાં આવશે.

આ નેશનલ ગેઇમ્સ સાથોસાથ આદ્યશક્તિની આરાધનાનું પર્વ અને ગુજરાતની વૈશ્વિક ઓળખ નવરાત્રિ પણ આવી રહિ છે તે સુભગ સમન્વય છે. દેશના રાજ્યોના ખેલાડીઓ ગુજરાતની ગરબા-રાસની આ ભાતીગળ સંસ્કૃતિ પણ રમતોત્સવ સાથે માણી શકે તેવા આયોજન અંગે પણ બેઠકમાં વિચાર-વિમર્શ કરાયો હતો.

આ નેશનલ ગેઇમ્સમાં ભાગ લેનારા ખેલાડીઓ સાથે રિયલ ટાઇમ કોમ્યુનિકેશન, આવાસ-ભોજન, વાહન વ્યવહારની માહિતી, ખેલાડીઓની પ્રોફાઇલ અપડેટ અને પરિણામોના રિયલ ટાઇમ અપડેટ માટે ગેઇમ્સ મેનેજમેન્ટ સિસ્ટમ અન્વયે વેબસાઇટ અને એપ લોંચ કરવામાં આવેલા છે તેમ પણ આ બેઠકમાં જણાવાયું હતું.

મુખ્યમંત્રી ના મુખ્ય અગ્ર સચિવ   કૈલાસનાથન, મુખ્ય સચિવ  પંકજકુમાર, પોલીસ મહાનિદેશક  આશિષ ભાટિયા, મુખ્યમંત્રી ના અધિક મુખ્ય સચિવ  પંકજ જોષી, ઊર્જા, નાણાં, રમત-ગમત વિભાગના અગ્ર સચિવ ઓ, પ્રવાસન સચિવ  તથા એસ.ટી.નિગમ, જી.આઇ.ડી.સી, જી.યુ.ડી.એમ ના મેનેજિંગ ડિરેકટર ઓ આ બેઠકમાં સહભાગી થયા હતા.

સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડીયા, ઇન્ડીયન ઓલિમ્પીક એસોસિયેશન તથા ગુજરાત સ્ટેટ ઓલિમ્પીક એસોસિએશનના પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

કોલેજ અને યુનિવર્સિટીઓમાં 12 થી 14 શાળાઓમાં 15-16 સપ્ટેમ્બર વિવિધ કાર્યક્રમ

ગુજરાતમાં પ્રથમવાર  36મી નેશનલ ગેમ્સ-2022ના જેના ભાગરૂપે આગામી  12 થી 16 સપ્ટેમ્બર દરમિયાન યુવાનો-વિદ્યાર્થીઓમાં રમતને વધુ પ્રોત્સાહન મળે તેમજ અન્ય નાગરિકો પણ તેમાં સહભાગી થાય તે હેતુથી નેશનલ ગેમ્સની થીમ  ઈયહયબફિશિંક્ષલ ઞક્ષશિું વિંજ્ઞિીલવ જાજ્ઞિતિં આધારિત રાજ્યની તમામ કોલેજ, યુનિવર્સિટી અને શાળા કક્ષાએ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાશે તેમ પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું.

પ્રવક્તા મંત્રી એ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના ઐતિહાસિક રમતોત્સવમાં દેશભરમાંથી 7,000થી વધુ ખેલાડીઓ સહભાગી થશે. રમત-ગમતની પ્રવૃત્તિઓમાં પ્રત્યે  જાગૃતિ કેળવાય તેવા ઉદેશથી આગામી તા.12, 13 અને 14 સપ્ટેમ્બરે રાજ્યભરની કોલેજ / યુનિવર્સિટી તેમજ  તા.15 અને 16 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરની શાળાઓમાં વિવિધ રમતલક્ષી કાર્યક્રમો યોજાશે. તા.12 સપ્ટેમ્બરે રાજ્યના તમામ 33 જિલ્લા મથકે યોજાનાર રમતલક્ષી કાર્યક્રમોમાં મંત્રી ઓ, સંસદ ઓ, ધારાસભ્ય  સહિત સ્થાનિક આગેવાનો તેમજ રમતવીરો ઉપસ્થિત રહેશે.  પ્રવક્તા મંત્રી એ ઉમેર્યુ હતુ કે આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, રમતવીરો ઉપરાંત સ્થાનિક આગેવાનો, રમતગમત સાથે સંકળાયેલી વિવિધ ક્લબો, મંડળો અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, રમતવીરો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.