Abtak Media Google News

કમ્પાઉન્ડર તરીકે નોકરી કર્યા બાદ દોઢમાસ પહેલા જ ક્લિનિક શરૂ કર્યું તું : ક્રાઈમ બ્રાન્ચની ટીમ મેડિકલના સાધનો મળી કુલ રૂ.16 હજારનો મુદ્દામાલ કર્યો કબ્જે

શહેર રસુલપરા વિસ્તારમાં દોઢ માસથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો નકલી ડોકટરને ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે પકડી પાડી તેની પાસેથી દવા અને મેડીકલ સાધનો મળી રૂમ.16 હજારનો મુદ્દામાલ કબ્જે કરી તેના વિરોધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વિગત અનુસાર ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. વાય.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ અમીતભાઈ અગ્રવાત અને કોન્સ્ટેબલ કુલદીપસિંહ રાણા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે રાજકોટમાં આવેલ રસુલપરા શકિતનગર સોસાયટી શેરી.નં.-1 સેનીફ હુશેન બાદી (ઉ.વ.23) કોઈ પણ જાતની મેડીકલ ડીગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા દવાખાનું ચલાવે છે.

તે માહીતીના આધારે દરોડો પાડી હુશેન બાદીને દબોચી મેડીકલ દવા તેમજ મેડીકલ સાધનો મળી રૂમ.16 હજારનો મુદ્દામાલ કબ્જે કરી પુછપરછ હાથ ધરી હતી.વધુમાં બોગસ તબીબે પુછપરછમાં કબુલ્યું હતું કે તે પહેલા અન્ય દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો જયાના અનુભવ થી તેને દોઢ માસ પહેલા જ ક્લિનિક શરૂ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.