Abtak Media Google News

કાર, બોલેરો, ત્રણ બાઇક અને ૩૪૨૦ બોટલ દારૂ મળી રૂ.૧૯ લાખનો મુદામાલ કબ્જે: માધાપર ચોકડી પાસે કટીંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે પાડયો દરોડો

શહેરના માધાપર ચોકડી પાસે વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે દરોડો પાડી રૂ.૧૦.૨૬ લાખની કિંમતના વિદેશી દારૂ સાથે જંગલેશ્ર્વરના નામચીન બુટલેરની ધરપકડ કરી તેની પાસેથી દારૂ, બોલેરો, કાર, ત્રણ બાઇક મળી રૂ.૧૯ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જંગલેશ્ર્વરના ઇમરાન ગુલાબ બેલીમ નામના શખ્સે વિદેશી દારૂનો જંગી જથ્થો મંગાવી મોરબી રોડ પર આવેલા રોણકી ગામની સીમમાં કટીંગ કરી રહ્યો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. કે.કે.જાડેજા, સિધ્ધરાજસિંહ જાડેજા, રઘુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ ચુડાસમા અને રાજેશભાઇ બાળા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.

પોલીસના દરોડા દરમિયાન ઇમરાન બેલીમ બોલેરોમાંથી મારૂતિકારમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ ગોઠવી રહ્યો હતો. પોલીસે રૂ.૧૦.૨૬ લાખની કિંમતની ૩૪૨૦ બોટલ વિદેશી દારૂ સાથે ઇમરાન બેલીમની ધરપકડ કરી તેની પાસેથી બોલેરો, મારૂતિ, બે બાઇક અને એક્ટિવા કબ્જે કર્યા હતા.ઇમરાન બેલીમ કોની પાસેથી વિદેશી દારૂ લાવ્યો અને તેની સાથે અન્ય કોણ સંડોવાયા છે. તે અંગેની પૂછપરછ માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.