Abtak Media Google News

શિક્ષણ સમિતિ કચેરી બાદ શાળાઓની દિવાલો ઉપર પણ શિક્ષણના મહત્વને સમજાવતા સુંદર ચિત્રો નિર્માણ કરાશે: અતુલ પંડિત

રાજકોટ શહેરને રંગીલુ અને સુંદર બનાવવા માટે ચિત્ર નગરીના બાળકો દ્વારા અનેક જગ્યાએ અલગ અલગ થીમ મુજબ ચિત્રો બનાવવામાં આવ્યા છે. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને ચિત્રનગરની સંયુકત ઉપક્રમે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની ઓફિસની દિવાલો પર શિક્ષણની થીમને અનુરૂપ ચિત્રો બનાવવામાં આવ્યા છે.

Advertisement

જેમાં ગઈકાલે સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધીમાં ચિત્રનગરીમાં બાળકો દ્વારા સુંદર ચિત્રો બનાવ્યા હતા. અને આગામી દિવસોમાં શિક્ષણ સમિતિની શાળાઓમાં અલગ અલગ થીમ ઉપર ચિત્રો બનાવવામાં આવશે તેનો મુખ્ય ઉદેશ્ય એ છેકે બાળકોમાં ઉત્સાહ આવે, શિક્ષકો, આચાર્યોને ભણાવવામા આનંદ આવે તે પ્રકારનું વાતાવરણ બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેવું શિક્ષણ સમિતિના ચેરમેનએ જણાવ્યું હતુ.

આગામી દિવસોમાં શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં ચિત્રો બનાવવામાં આવશે: અતુલ પંડિત

અબતક સાથેની વાતચિત દરમિયાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલપંડિતએ જણાવ્યું હતુ કે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ અને ચિત્રનગરીના ઉપક્રમે શિક્ષણ સમિતિની કચેરીની દિવાલો પર શિક્ષણને લગતા સુંદર ચિત્રો બનાવવામાં આવ્યા છે. અને શિક્ષણમાં વાતાવરણ બદલાવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.સરકારી શિક્ષણ ખૂબજ સારૂ છે.

પરંતુ ઉત્સાહજનક વાતાવરણ સર્જાય અને બાળકોમાં ઉત્સાહ આવે શિક્ષણો, આચાર્યોને મજા એ પ્રકારનું વાતાવરણ બનાવવા નાના-નાના ફેરફાર કરવામાં આવી રહ્યા છે. સૌ પ્રથમ શિક્ષણ સમિતિની ઓફીસથી શરૂઆત કરી છે.ત્યારબાદ ધીમેધીમે શિક્ષણ સમિતિની તમામ શાળાની દિવાલોમાં સુંદર ચિત્રો બનાવવામાં આવશે. ઓછામાં ઓછા ખર્ચ સાથે કરવામાં આવશે.

ગઈકાલે ચિત્રનગરના બાળકો કલાકારો દ્વારા ખૂબજ જહેમત ઉઠાવી શિક્ષણને અનુરૂપ ક્ધસેપ્ટ સાથેના ચિત્રો બનાવેલ. બાળકોને એક કલરની દિવાલ જોવા કરતા તે રંગબેરંગી કલરફૂલ ચિત્રો જોશે તો તેને ગમશે અને તેના મગજમાં ક્ધસેપ્ટ ખ્યાલ વિઝન જોતો થાય તે આશય સાથે પ્રયોગ કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.