Abtak Media Google News

સવારના સેશનમાં 36 કેસો અને બપોર બાદના સેશનમાં 35 કેસો ધ્યાને લેવાયા

કલેકટર પ્રભવ જોશીએ પડતર કેસોનો નિકાલ કરી અપીલ બોર્ડને ચોખ્ખું ચણાક બનાવવા કમર કસી

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આજે ફરી મેગા અપીલ બોર્ડ યોજી એક જ દિવસમાં 70થી વધુ કેસોનું હિયરિંગ હાથ ધર્યું હતું. જેમાં પ્રથમ સેશનમાં 36 અને ત્યારબાદ બીજા સેશનમાં 35 કેસો ધ્યાને લેવામાં આવ્યા હતા.

જિલ્લા કલેકટર પ્રભાવ જોશીએ અપીલના પડતર કેસોને ગંભીરતાથી લઈ અરજદારોની હાલાકી દૂર કરવા મેગા બોર્ડ યોજવાનો નિર્ણય લીધો હતો. જે અંતર્ગત કલેકટરના અધ્યક્ષ સ્થાને અગાઉ બેથી ત્રણ અપીલ બોર્ડ યોજાઈ ગયા છે. મોટી સંખ્યામાં જુના કેસો પેન્ડિંગ હાલતમાં પડ્યા છે. જેને ક્લિયર કરવા માટે જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા મેગા બોર્ડની શરૂઆત કરવામાં આવી હતી.

આજે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ સવારે એક શિફ્ટમાં 36 કેસો અને બીજા બપોર પછીના શિફ્ટમાં 35થી વધુ કેસોમાં હિયરિંગ કર્યું હતું.ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ પડતર કેસોના નિકાલ માટે હાથ ઘરેલ આ ઝુંબેશ સફળતાની દિશામાં છે. ટૂંક સમયમાં વર્ષોથી પેન્ડિંગ હાલતમાં રહેલ કેસોનો હવે નિકાલ આવશે. બાદમાં અપીલ બોર્ડને ચોખ્ખું ચણાક બનાવીને નવા કેસો ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.