Abtak Media Google News
  • નવા કોર્ટ બિલ્ડીંગમાં સુવિધાઓના અભાવ અંગે ઉચ્ચ કક્ષાએ કરાયેલી રજૂઆતોને નજર અંદાજ કરતા વકીલોમાં રોષ

રાજકોટ ખાતે નવી તૈયાર કરવામાં આવેલી કોર્ટ બિલ્ડીંગમાં સુવિધાના અભાવને પગલે રાજકોટ બારના વકીલો મેદાને પડ્યા હોય તેમ આગામી 13 મી મેના રોજ યોજનાર લોક અદાલતનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.

રાજકોટ ખાતેની ન્યાયિક અદાલતો માટે સરકાર દ્વારા ઘંટેશ્વરના સર્વે નંબરની જમીન ઉપર નવું કોર્ટ બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યું છે. બીલ્ડીંગ વર્ક પુર્ણ થયેલ હોવાનુ છેલ્લા ઘણા સમયથી ધ્યાનમા આવેલ છે. બાર એશોસીએશન આ બીલ્ડીંગના ઉપભોકતા તરીકે નિશ્ચીત કરવામા આવેલ જગ્યા અને તેમા મળનારી સુવિધાઓ માટે અવાર નવાર ડિસ્ટ્રીકટ જજ અને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને રજુઆત કરી ધ્યાન દોરવામા આવેલ છે. જેમાં બીલ્ડીંગમાં વકીલો માટેની જગ્યાની સગવડ ઉપરાંત પાર્કીંગ, કેન્ટીન, પોષ્ટ, કુરીયર,કેન્ટીન જેવી સુવિધાઓની આવશ્યકતા અગેનો કોઈ રોડ મેપ નકકી કરાયેલ નથી. સગવડ વિગેરેની બાબત પુર્ણ થાય તે પહેલા એશોસીએશનની જરૂરીયાત પુર્ણ થાય તે માંગણી અને જરૂરીયાત મુજબની છે કે નહિ તે બાબત નિશ્ચીત થઈ જવી અનીવાર્ય છે કે જેથી કરીને શીફટીંગ વખતે વિવાદ નીવારી શકાય.

બાર એશોસીએશન અંગે સંપુર્ણ સતર્કતાથી સુવિધાઓ મળે તેની આગોતરી જાણ ડીસ્ટ્રીકટ જજને 2018 થી કરતા આવ્યા છે. છેલ્લે ઓકટો. 2018 મા પણ એશોસીએશન પોતાની સુવિધા-સગવડ અંગે પત્ર લખી જાણ કરેલ છે પરંતુ તે અંગે કોઈપણ પ્રકારનો પ્રતિભાવ કે પ્રત્યુતર મળેલ નથી, બાર એશોસીએશન એ ન્યાયિક પન્નાલીનુ અભિન્ન અંગ છે પરંતુ સ્વીકારવા છતા અજાણ રાખવાનુ કોઈ દેખીતુ કારણ જણાતુ નથી. ડીસ્ટ્રીકટ કોર્ટ તરફથી બાર એશોસીએશન દવારા લખાયેલ પત્રોનો કોઈ જવાબ મળતો નથી કે પત્રો સદર્ભમા આપ શુ નીર્ણયો છે કે તે અંગે શું થઈ શકે તેમ છે તેનો પણ જવાબ નથી.

હાલમા એશોસીએશન ના 4000 જેટલા વકીલો નોંધાયેલા છે જેથી ભવિષ્યના પ્લાનીંગને ઘ્યાને રાખી સગવડ ઉભી કરવાની આવશ્યકતા છે. નવા કોર્ટ સંકુલનુ ઉદ્દધાટન થાય તે પહેલા દરેક રીતે એટલે કે સગવડ સુવિધા માટે પરીપુર્ણ બને અને કોઈ જરૂરીયાત બાકી રહી ન જાય તે માટે ડિસ્ટ્રીકટ જજ અને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને રજુઆત કરવામાં આવી છે. પરંતુ બાર એશોસીએશન દવારા લખાયેલ પત્રોનો કોઈ જવાબ નહિ મળતા રાજકોટ બાર એસોસિએશન આકરા પાણીએ હોય તેમ નવી રણનીતી મુજબ આગળ વધી રહ્યું હોય તેમ બાર એસોસિએશનના વિવિધ વકીલ મંડળ સંગઠનોના હોદ્દેદારોને ફસ્ટેક કોર્ટમાં રામઘાટ ખાતે બેઠક મળી હતી. જેમાં નવી કોર્ટમાં સુવિધાઓના અભાવને લઈને રાજકોટ બાર એસોસિએશન દ્વારા આગામી તારીખ 13 મીએ યોજનાર લોક અદાલતનો બહિષ્કાર કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.