Abtak Media Google News

હાઉસીંગ બોર્ડ ચેરમેન અને કોર્પોરેટર જયાબેન હરિભાઈ ડાંગર તથા પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગરના મોંઘેરા મહેમાન બનતા યુવાનોના સૌથી લોકપ્રિય ભાગવત કથાકાર પરમ પૂજ્યશ્રી જીજ્ઞેશદાદા રાધે રાધે…

રાજકોટ શહેરમાં વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર અને હાઉસીંગ બોર્ડ ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગર તથા પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગરના મોંઘેરા મહેમાન બનતા યુવાનોના સૌથી લોકપ્રિય ભાગવત કથાકાર પરમ પૂજ્યશ્રી જીજ્ઞેશદાદા રાધે રાધે, તેમની સાથે કોઠારી સ્વામીજી ભગવાન દ્વારકાધીશની આરતી તથા માં ચામુંડા માતાજીની આરતી ઉતારી લોકોનું અભિવાદન જીલ્યું હતું. તેમજ જીજ્ઞેશદાદાએ પૂનમના દિવસે સારો સંદેશ પણ આપ્યો હતો.

“આખો દેશ દીકરી બચાવવા નીકળી પડ્યો છે શરત ખાલી એટલી છે કે, એનો જન્મ બીજાના ઘરે થયો હોવો જોઈએ” , “સંબંધ તો એવા સારા જેમાં, હક પણ ન હોય, અને શરત પણ ન હોય” , “હું ખુશ રહું એમાં મારી સફળતા નથી પણ મારી વાણી, વર્તન અને મારા વ્યવહારથી બીજા ખુશ રહે એમાં મારી સફળતા છે.”

આ તકે, ડાંગર પરિવાર દ્વારા તેમનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ જીજ્ઞેશ દાદાએ લોકોને પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર અને હાઉસીંગ બોર્ડ ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગર તથા પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર, કોર્પોરેટર શિલ્પાબેન જાવિયા, શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઈ કાથરોટીયા, શૈલેષભાઈ ડાંગર, હિતેશભાઈ ડાંગર, સંદીપભાઈ છોટાળા, જયદીપભાઈ જલુ, પાંડેજી, મેઘાભાઈ ડાંગર, ભરતભાઈ ચાવડા, ભરતભાઈ બોરીચા, સુરેશભાઈ રાઠોડ, રમેશભાઈ બલસરા, મનીષભાઈ મહેતા, નીતિનભાઈ જલુ, નવનીતભાઈ જાદવ, રાજુભાઈ જલુ, અશ્વિનભાઈ જલુ, અજીતભાઈ ડાંગર, ભાવેશભાઈ લાવડિયા, દિનેશભાઈ જાવિયા, મુન્નાભાઈ લાવડિયા, જયમીશભાઈ ડાંગર, કપીલભાઈ ડવ, આકાશભાઈ દાવડા તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ સરોજબેન મહેતા, હેતલબેન ડાંગર, વર્ષાબેન ડાંગર, ગીતાબેન ડાંગર, જાનીબેન ડવ, લક્ષ્મીબેન સવસેતા, મીરાબેન ડાંગર, દેવિકાબેન ડાંગર, રંજનબેન રાઠોડ, સોનલબેન બાલસરા, નીતાબેમ્ન છૈયા, ધરતીબેન છૈયા, શીતલબેન પટેલ, શીતલબેન રાજપૂત, સોનલબેન જલુ, પારશબેન ચાવડા, ગીતાબેન ચાવડા, શાંતુબેન રાઠોડ, નયનાબેન ચાવડા, મીરાબેન ચાવડા, નીરૂબેન રાઠોડ, સોસાયટીના પ્રમુખો, આગેવાનો તથા બહોળી સંખ્યામાં લતાવાસીઓ ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.