Abtak Media Google News

 માર્ચ મહિનાની ૨૦ તારીખ વિતવા છતાં રેશનકાર્ડ ધારકોને તો ઠીક પુરવઠાનાં ગોડાઉન સુધી ખાંડ ની પહોંચી: દેકારો

રાજકોટ સહિત રાજયભરમાં ચાલુ માસે બીપીએલ અને અંત્યોદય યોજનાના રેશનકાર્ડ ધારકોને ૨૦ તારીખ વિતવા છતાં હજુ સુધી રાહતભાવે મળતી ખાંડનો જથ્થો ન મળતા રેશનકાર્ડ ધારકોમાં દેકારો બોલી ગયો છે.

Advertisement

તો બીજી તરફ ખાંડનો  જથ્થો ન મળતા વિના કારણે સસ્તા અનાજના વેપારીઓ અને રેશનકાર્ડ ધારકો વચ્ચે પણ ઘર્ષણ થઈ રહ્યાં હોવાનું બહાર આવ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ સહિત રાજયભરમાં ચાલુ માસે સરકારની ઢીલી નીતિના કારણે જાહેર વિતરણ વ્યવસ માટેનો ખાંડનો જથ્થો આવ્યો ન હોવાી માર્ચ માસની ૨૦ તારીખ વિતવા છતાં બીપીએલ તથા અંત્યોદય યોજનાના રેશનકાર્ડ ધારકોને મળતો રાહત ભાવનો ખાંડનો જથ્થો મળી શકયો નથી.

આ મામલે જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા હજુ ઉપરી માલની સપ્લાય ન હોવાનું જણાવાઈ રહ્યું છે. તો બીજી તરફ જિલ્લા પુરવઠા ગોડાઉનના સંચાલકોએ રાજય સરકાર દ્વારા ખાંડની ખરીદી મોડી કરવામાં આવી હોવાનું બહાનું રજૂ કર્યું છે.

દરમિયાન રાજય સરકાર દ્વારા ગત માસી અનાજ, ખાંડ સહિતની ચીજોના સેમ્પલ લઈ નમૂનો પાસ યા બાદ જ જાહેર વિતરણ વ્યવસમાં માલ મોકલવાની નીતિ અખત્યાર કરી હોય. ખાંડનો જથ્થોઆવ્યા બાદ પણ હજુ એક અઠવાડિયા બાદ ગરીબ રેશનકાર્ડ ધારકોને ખાંડનો જથ્થો ઉપલબ્ધ બનશે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરના ૯૦ ટકા જેટલા વેપારીઓને ખાંડનો જથ્ો ઉપલબ્ધ બન્યો નથી. જેના પગલે બીપીએલ અને અંત્યોદય યોજનાના રેશનકાર્ડ ધારકો અને સસ્તા અનાજના પરવાનેદારો વચ્ચે વિના કારણે ઘર્ષણો થઈ રહ્યાં હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.