Abtak Media Google News

રાજકોટ ડીસ્ટ્રીકટ ફૂટબોલ એસો. તથા એ.જી. ઓફીસ ફૂટબોલ પ્લેયર્સ દ્વારા સ્વ. દિનેશ ગોસાઈ તથા સ્વ. પીટર જેક ઓપન રાજકોટ લીગ કમ નોક આઉટ સીનીયર ફૂટબોલ ટુર્નામેન્ટને તા.૨૪ થી ૩ સુધી મ્યુની. ટર્ફ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન સાંજના ૪ કલાકે ગોસાઈ પરિવાર તથા જેક પરિવાર દ્વારા કરવામાં આવશે.

આ ટુર્નામેન્ટમાં રાજકોટની નામાંકીત ૧૨ ટીમો ભાગ લઈ રહી છે.જેમાં એ.જી. ઓફીસ., વાય.સી.સી. એફસી આર.ડી.એસ.એ. એકસ ઈલેવન, વાય.સી.સી. એ શિવ દુર્ગા એફ.સી. બેન્ગાલ, એફ.સી.અને લાઈનબોય યુથ એફ.સી.જેવી ટીમો ભાગ લેશો.

આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે એ.જી. ઓફીસના પ્લેટર્સ તથા રાજકોટ ડીસ્ટ્રીકટ ફૂટબોલ એસો.ના સભ્યો જહેમત કરી રહેલ છે. આ ટુર્નામેન્ટમાં દરરોજ ૨ મેચ ૨ કલાકેથી શરૂ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.