Abtak Media Google News

હેમેટોલોજી એનાલાઇઝર મશીન અને ઇલેક્ટ્રોલાઇટ એનાલાઇઝર મશીન ભેટ અપાયું

ગત 16 નવેમ્બરના રોજ રોટરી રાજકોટ પ્રાઇમ દ્વારા હેમેટોલોજી એનાલાઇઝર મશીન અને ઇલેકટ્રોલાઇટ એનાલાઇઝર મશીન જામનગરની સીવીલ (જી.જી. હોસ્પિટલ) હોસ્પિટલમાં ડોનેશન કરવામાં આવેલ, પ્રોજેકટ માટે અંદાજીત ખર્ચ રૂા.6,60,000/- (છ લાખ સાઇઠ હજાર પૂરા). આ તકે મશીનોનું ઓપનિંગ રોટરી કલબ ઓફ રાજકોટ પ્રાઇમના પ્રેસિડેન્ટ મેહુલભાઇ જામંગ દ્વારા કરવામાં આવેલ.

Advertisement

હિમેટોલોજી એનાલાઇઝર મશીનનો ઉપયોગ સંપૂર્ણ બ્લડ ટેસ્ટ (સીબીસી) કરવા માટે થાય છે, જે સામાન્ય રીતે દર્દીની સામાન્ય આરોગ્ય સ્થિતી નક્કી કરવા માટે ડોકટરો દ્વારા કરાયેલ પ્રથમ ટેસ્ટ છે. સંપૂર્ણ બ્લડ ટેસ્ટ માટે આર.બી.સી., ડબલ્યૂ.બી.સી., હિમોગ્લોબિન અને પ્લેટલેટની ગણતરીઓ તેમજ હિમેટોક્રિટ સ્તરનો સમાવેશ થાય છે. આ મશીન એક કલાકમાં 60 થી વધુ રિપોર્ટની સમતાં ધરાવે છે.ઇલેક્ટ્રોલાઇટ એનાલાઇઝર મશીન જેનો ઉપયોગ માનવ શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ માપવા માટે થાય છે. તેઓ મુખ્યત્વે સમગ્ર રક્ત, સીરમ અથવા પ્લાઝમામાં સોડિયમ, પોટેશિયમ અને ક્લોરાઇડના જથ્થાત્મક માપન માટે વપરાય છે.

આ તકે જીજી હોસ્પિટલ, જામનગરના ડીન, મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ અને તમામ વરિષ્ઠ ડોકટરોએ ખાસ ઉદઘાટન સમારોહનું આયોજન કર્યુ અને રોટરી કલબ ઓફ રાજકોટ પ્રાઇમનું ખૂબ જ ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ. તે બધાએ તમામ સ્ટાફ સાથે રોટરી રાજકોટ પ્રાઇમનો અમૂલ્ય દાન માટે હૃદયપૂર્વક આભાર માન્યો કારણ કે આ બે મશીન દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. કારણ કે આ મશીન થી દરરોજ અંદાજે 300 થી વધુ દર્દીનું નિદાન ઝડપથી અને કાર્યક્ષમ રીતે થઇ શકાશે.

આ કાર્યક્રમ માટે રોટરી કલબ ઓફ રાજકોટ પ્રાઇમ તરફથી ખાસ જામનગર હાજરી આપેલ પ્રેસિડેન્ટ મેહુલ જામંગ, સેક્રેટરી ક્રીડન પંડીયા, રોટેરિયન વ્યોમેશ દ્વિવેદી, રોટેરિયન તુષાર સિમરિયા, રોટેરિયન સી.એ.પરીન પટેલ, રોટેરિયન રાજન પોપટ તથા ઇરવિન હોસ્પિટલ જામનગર તરફથી ડો.વિજય સાતા, ડો. મનીષ મહેતા તથા ડો.ધારા ત્રિવેદીની ખાસ ઉપસ્થિતિ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.