Abtak Media Google News

પ્રાથમિક શાળાઓ માટે પણ કમિટી બનાવો: કોરોના અંગે સાવચેતી માટે શાળા સંચાલકો સાથે બેઠક યોજતા મ્યુનિ. કમિશનર  અમિત અરોરા

કોરોનાના મહામારી અનુસંધાને   મહાપાલિકા દ્વારા સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ સંચાલક મંડળ, જિલ્લા શિક્ષણાધિકારી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી, આરોગ્ય વિભાગના અધિકારીઓ વગેરે સાથે મ્યુનિ. કમિશનર  અમિત અરોરાનાં અધ્યક્ષ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ બેઠકમાં મ્યુનિ. કમિશનર  અમિત અરોરાએ એમ કહ્યું હતું કે, હાલ કોરોનાના કેસ પૂન: નોધાવાનું શરૂ થયું છે. આવા સંજોગોમાં દરેક શાળામાં કોરોના અંગેના સાવચેતી માટેના તમામ પગલાંઓ લેવાય તે અનિવાર્ય છે. આ માટે શાળાઓમાં કોવિડ કેર કમિટી કોવિડ કેર કમિટી કોવિડ પ્રોટોકોલનું પાલન થાય એ સુનિશ્ચિત કરાવવું જ રહયું. સરકારએ આપેલી તમામ સૂચનાઓનું પાલન થાય તેની કાળજી લઈ સમયાંતરે તેની સમીક્ષા કરવી આવશ્યક છે. શાળાઓમાં છાત્રોની ભીડ નાં થાય તે માટે બે રીશેષ રાખવા અને છાત્રોને સ્કૂલે લાવતી બસોના ફેરા પણ વધારી દેવાથી સોશિયલ ડિસ્ટન્સ જાળવી શકાશે. કોઇપણ શાળામાં છાત્રોની ભીડ ના થાય તેની તકેદારી રાખવી જ પડશે અને અ માટે જરૂરી સુપરવિઝન કરતા રહેવું પડશે.

આ તકે  સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ સંચાલક મંડળના પ્રમુખ  ડી.વી.મેહતાએ  જણાવ્યું હતું કે, સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ સંચાલક મંડળમાં 400 શાળાઓ છે અને 40 લોકોની કારોબારી છે. આ કારોબારી કમિટીની એક બેઠક ગત શનિવારે યોજાઈ હતી. શાળાઓ માટે કોવિડ કેર કમિટીની રચના કરવામાં આવી છે અને આ કમિટીમાં સંચાલકો, આચાર્યો, શિક્ષકો, વાલીઓ, ડોક્ટર, છાત્ર  પ્રતિનિધિ વગેરેનો સમાવેશ થાય છે. આ કમિટી સપ્તાહમાં બે વખત તેનો રીપોર્ટ આપશે.

આ બેઠકમાં ડેપ્યુટી મ્યુનિ. કમિશનર  આશિષ કુમારે પ્રાથમિક શાળાઓ માટે પણ કમિટી બને તેની ઉપર ભાર મુક્યો હતો અને આ કમિટી યોગ્ય સંકલન અને મોનિટરિંગ કરે તેવી વ્યવસ્થા કરવાની જરોરીયાત દર્શાવી હતી.

વધુમાં નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડે શાળાઓ અને રાજકોટ મહાનગરપાલિકા વચ્ચે માહિતીના અસરકારક આદાનપ્રદાન પર ભાર મુકી શાળા સંચાલકો તરફથી મળી રહેલા સાથસહકારની પ્રસંશા કરી હતી. સાથોસાથ એમ પણ ઉમેર્યું હતું કે, કોરોનાનો ચેપ ફેલાતો અટકાવવા માટે કોવિડ બિહેવિયર યોગ્ય રહે તે આવશ્યક છે. જે શિક્ષકો કે વહીવટી સ્ટાફે વેક્સિન લેવાની બાકી હોય તેઓએ તુર્ત જ વેક્સિન લઈ લેવા અનુરોધ પણ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.