Abtak Media Google News

રૈયા રોડ પર ખાણી પીણીની 20 દુકાનોમાં ચેકીંગ:સ્થળ પર 23 નમુનાની ચકાસણી કરાય

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના રૈયા મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ તેમજ ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ, ડેરી પ્રોડક્ટ, મીઠાઇ, કેન્ડી વગેરે ખાધ્યચીજોના કુલ 23 નમૂનાની સ્થળ પર ચકાસણી કરાય હતી.

ફૂડ વિભાગ દ્વારા રૈયા મેઇન રોડ વિસ્તારમાં બાલાજી ફાસ્ટ ફૂડ,સંતોષ ભેળ,બાલાજી સેન્ડવિચ  ફૂડ ઝોન,સાગર ઘૂઘરા  વડાપાવ,કિંજલ કેક શોપ,ભગવતી સ્વીટ  નમકીન ,શ્રી બાલાજી શોપિંગ સેન્ટર ,ઇટાલિયન બેકરી,ન્યુ આદર્શ જનરલ સ્ટોર્સ,રાજ વસ્તુ ભંડાર, મધુરમ રેસ્ટોરન્ટ,પારસ સ્વીટ માર્ટ,હરભોલે ડેરી ફાર્મ,ઠક્કર સ્વીટ માર્ટ ,ભગવતી પ્રોવિઝન સ્ટોર,મુરલીધર સ્વીટ માર્ટ આશુતોષ કોઠી આઇસક્રીમ, વિજય કોલ્ડ્રિંક્સ,મોંજિનિસ કેક શોપ અને પટેલ રેસ્ટોરન્ટમાં  ચકાસણી કરવા આવી હતી.રામકૃષ્ણનગરમાં ઠક્કર લસ્સી માંથી રોઝ ગુલકંદ લસ્સી રૈયા રોડ પર બાલાજી ફરસાણમાંથી  જીણી સેવ કને  તીખા ગાંઠિયા (લુઝ) અને રૈયા રોડ પર ગુજરાત બેકરીમાંથી  ચોકલેટ વેનીલા નાન ખટાઈના નમૂના લેવાયાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.