Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ પ્રાપ્ત થયું : આઈ-વે પ્રોજેક્ટ અને બી.આર.ટી.એસ. સેવા માટે એવોર્ડ:માન.મેયરશ્રી-મ્યુનિ.કમિશનરશ્રીની જાહેરાત

રાજકોટ મહાનગરપાલિકાને રાષ્ટ્રીય કક્ષાએ બબ્બે એવોર્ડ પ્રાપ્ત થયા છે. રાજકોટ શહેરને સેઈફ અને સિક્યોર બનાવવામાં જેની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે તે “રાજકોટ આઈ-વે પ્રોજેક્ટ” (સીસીટીવી સર્વેલન્સ પ્રોજેક્ટ)ને તથા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત બી.આર.ટી.એસ. બસ સર્વિસને “સ્કોચ ઓર્ડર ઓફ મેરીટ એવોર્ડ ૨૦૧૮” થી સન્માનિત કરવામાં આવતા રાજકોટને ફરી વખત રાષ્ટ્રીય સ્તરે ગૌરવ પ્રાપ્ત થયેલ છે તેમ માન. મેયર શ્રી બીનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જાહેરાત કરી હતી.

આ વિશે માહિતી આપતા માન. મેયરશ્રી અને મ્યુનિ. કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, “સ્કોચ ગ્રુપ” દ્વારા નેશનલ લેવલ પર સ્કોચ એવોર્ડ ઓફ  મેરિટનું આયોજન કરવામાં આવે છે. સ્કોચ એવોર્ડ ૨૦૧૮  અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને રાજકોટ આઇવે પ્રોજેક્ટ અને બી.આર.ટી.એસ.બસ સર્વિસ માટે સદરહું એવોર્ડમાં પાર્ટીશીપેશન માટે આમંત્રીત કરવામાં આવેલ. જે અંતર્ગત રાજકોટ રાજપથ લી.ના જનરલ મેનેજર શ્રી આર.આર. રૈયાણી તથા આસી. મેનેજરશ્રી આર. પી. ડાંગર દ્વારા દિલ્હી ખાતે પ્રેઝન્ટેશન કરવામાં આવેલ. જે સબબ રાજકોટ બી.આર.ટી.એસ. બસ સર્વિસને  “સ્કોચ ઓર્ડર ઓફ મેરીટ એવોર્ડ ૨૦૧૮” માટે પસંદગી કરવામાં આવેલ હતી.

રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. દ્વારા  રાજકોટને સેઇફ અને સિકયોર સિટી બનાવવા કાર્યરત કરેલ ‘રાજકોટ આઇ-વે પ્રોજેકટ’ને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ પ્રાપ્ત થયું છે. સ્કોચ ગ્રુપ દ્વારા નેશનલ લેવલ પર સ્કોચ એવોર્ડ ઓફ  મેરિટનું આયોજન, સેન્ટ્રલ ગવર્નમેન્ટ, સ્ટેટ ગવર્નમેન્ટ, અર્બન લોકલ બોડીને ઇ-ગવર્નન્સ ક્ષેત્રે સારી કામગીરી માટે કરવામાં આવેલ છે. જે અંતર્ગત  સ્કોચ એવોર્ડ ૨૦૧૮ રાજકોટ આઇ-વે પ્રોજેકટ સદરહું એવોર્ડમાં પાર્ટીશીપેશન કરવા માટે આમંત્રીત કરવામાં આવેલ. જે અંતર્ગત રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી ના જનરલ મેનેજર શ્રી ચીરાગ એમ. પંડયા દ્વારા દિલ્હી ખાતે પ્રેઝેન્ટેશન  કરવામાં આવેલ. જે અંતર્ગત

રાજકોટ આઇ-વે પ્રોજેકટને “સ્કોચ ઓર્ડર ઓફ મેરીટ એવોર્ડ ૨૦૧૮” માટે પસંદગી કરવામાં આવેલ. જે સબબ તા. ૨૨/૦૬/૨૦૧૮ ના રોજ ન્યુ દિલ્હી ખાતે યોજાયેલ સમારંભમાં રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. ના મુખ્ય કારોબારી અધિકારી તથા નાયબ કમિશનરશ્રી  ડી.જે.જાડેજા દ્વારા  “સ્કોચ ઓર્ડર ઓફ મેરીટ એવોર્ડ ૨૦૧૮” એવોર્ડ સ્વીકારવામાં આવેલ. હાલ જેમાં તા.૨૨/૦૬/૨૦૧૮ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલ ખાસ કાર્યક્રમમાં રાજકોટ શહેરને આ એવોર્ડથી ગૌરવાંકિત કરવામાં આવેલ છે. નેશનલ લેવલે વિજેતા બનેલા રાજકોટ આઇ-વે પ્રોજેકટ હેઠળ પ્રથમ તબક્કામાં આશરે ૪૭૫ જેટલા સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કર્યા હતા અને તેના મોનિટરીંગ ઓપરેશન માટે વિશાળ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ કાર્યરત છે. ત્યારબાદ બીજા તબક્કામાં પણ એટલી જ સંખ્યામાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ થઇ રહ્યા છે, અને આ કામગીરી ટુંક સમયમાં જ પૂર્ણ થઇ જશે. રાજકોટ આઇ-વે પ્રોજેકટ શહેરની કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ, ટ્રાફિકની સ્થિતિ, મહાનગરપાલિકાની વિવિધ સેવાઓનું મોનિટરીંગ વગેરેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે

ન્યુ દિલ્હી ખાતે યોજાયેલ સમારંભમાં રાજકોટ મહાનગરપાલિકા વતી “રાજકોટ આઈ-વે પ્રોજેક્ટ” માટેનો એવોર્ડ નાયબ મ્યુનિ. કમિશનર શ્રી ડી.જે.જાડેજાએ તથા બી.આર.ટી.એસ. માટે રાજ્કોટ રાજપથ લી. ના આસી. મેનેજરશ્રી મનીષ વોરા દ્વારા “સ્કોચ ઓર્ડર ઓફ મેરીટ એવોર્ડ ૨૦૧૮” એવોર્ડ સ્વીકારવામાં આવેલ. હાલ રાજકોટ બી.આર.ટી.એસ. બસ સર્વિસનો લાભ દૈનિક અંદાજીત ૨૨,૦૦૦ મુસાફરો દ્વારા લેવામાં આવી રહેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગોંડલ ચોકથી માધાપર ચોક (૧૦.૭૦ કિ.મી.) સુધીનો બી.આર.ટી.એસ. બ્લુ કોરીડોરનું નિર્માણ કરવામાં આવેલ છે. જે અંતર્ગત બી.આર.ટી.એસ. બસ સર્વિસ તા.૦૧/૧૦/૨૦૧૨ થી શરૂ કરવામાં આવેલ છે. જેના વ્યવસ્થાપન હેતુ રાજકોટ રાજપથ લી.ની રચના કરવામાં આવેલ છે.રાજકોટ બી.આર.ટી.એસ. બસ સર્વિસનું સંચાલન કરતી રાજકોટ રાજપથ લી. સેવાને તથા રાજકોટ આઈ-વે પ્રોજેક્ટને સફળ બનાવનાર અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓને માન. મેયરશ્રી અને મ્યુનિ. કમિશનરશ્રીએ અભિનંદન પાઠવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.