Abtak Media Google News

મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડ અને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા સત્તાવાર જાહેરાત

વર્લ્ડ વાઈડ ફન્ડ ફોર નેચર દ્વારા રાજકોટ શહેરની સતત ત્રીજી વખત વન પ્લાનેટ સીટી ચેલેન્જ અંતર્ગત નેશનલ કેપીટલ ઓફ ઈન્ડિયા ૨૦૧૯-૨૦ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે તેવી જાહેરાત આજે મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદય કાનગડ અને મ્યુનિ. કમિશન ઉદીત અગ્રવાલ દ્વારા કરવામાં આવી છે.

Advertisement

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે વન પ્લાનેટ સીટી ચેલેન્જ એક ઓપન પ્રતિસ્પર્ધા છે જેમાં અત્યાર સુધીમાં કુલ ૪૦૦ થી વધુ શહેરોએ વોલેન્ટરીલી કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને આબોહવાની સ્થિતિ સ્થાપકતામાં વધારો કરવા માટેના ધ્યેય સાથે ભાગ લીધેલ છે. આ પ્રતિસ્પર્ધામાં વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન કુલ ૫૩  દેશના ૨૫૫ શહેરોએ તેમના અર્બન એરિયાના વિવિધ સેક્ટર્સ, જેમ કે એનર્જી, ટ્રાન્સપોર્ટ, હાઉસિંગ, વેસ્ટ, વોટર તથા ડ્રેનેજને લગતા વિવિધ એમ્બિશિયસ તથા ઇનોવેટિવ કલાઇમેટ એકશનને ઈઉઙ તથા ઈંઈકઊઈં દ્વારા હોસ્ટ કરેલ ૠહજ્ઞબફહ ઈજ્ઞદયક્ષયક્ષફિં જ્ઞર ખફુજ્ઞિ ની યુનિફાઇડ રિપોર્ટિંગ સિસ્ટમમાં રિપોર્ટ કરેલ હતા, જેમાં ભારતમાંથી ૮ શહેર (રાજકોટ, નાગપુર, કોચી, પણજી, પુણે, ગુવાહાટી, ગંગટોક અને ઇન્દોર) એ ભાગ લીધો હતો.

ત્યારબાદ ઇન્ટરનેશનલ કમિટી અને સેક્ટર નિષ્ણાતો દ્વારા દરેક શહેરના ડેટાની સમીક્ષા કરવામાં આવેલ અને દરેક દેશમાંથી એક નેશનલ કેપિટલતથા દરેક નેશનલ કેપિટલમાંથી એક ગ્લોબલ કેપિટલ સિલેક્ટ કરવામાં આવેલ છે. ગ્લોબલ જુરી ઘ્વારા માર્ચ મહિનામાં ભારતના ત્રણ શહેરો કોચી, નાગપુર અને રાજકોટની નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયાના ફાઇનાલિસ્ટ તરીકે સિલેક્શન કરવામાં આવેલ, જેમાંથી રાજકોટ શહેર ફરી વખત નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયા ૨૦૧૯ બનેલ છે. રાજકોટ શહેરની સતત ત્રીજી વખત નેશનલ કેપિટલ ઓફ ઇન્ડિયાતરીકે પસંદગી થયેલ છે, જે રાજકોટ શહેર માટે ગૌરવની બાબત છે.

ઇન્ટરનેશનલ કમિટીએ રાજકોટ શહેરને તેમના કર્યો માટે પ્રશંષા આપતા જણાવ્યું હતું કે, શહેરએ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટસ જેવા કે એનર્જી કાર્યક્ષમતા વધારવી, પાણીની તંગીના જોખમોને ઓછું કરવું, ડ્રેનેજના ગંદા પાણીનું શુદ્ધિકરણ તથા પાણીનો ફરીથી ઉપયોગ અને પાણીના ભરાવવાને ઓછું કરવા પ્રાકૃતિક ડ્રેનેજ સોલ્યુશન્સને પુનર્સ્થાપિત કરવા માટેના પ્રોજેક્ટ અમલમાં મુકીને મહત્વની કાર્યવાહી કરી રહ્યું છે. રાજકોટ શહેરની રાજકીય પ્રતિબદ્ધતાની પણ ખાસ નોંધલેવામાં આવી હતી.

રાજકોટ શહેર જઉઈ ફન્ડેડ ઈફાફઈઈંઝઈંઊજ પ્રોજેક્ટના ભાગરૂપે ક્લાઈમેટચેન્જની દિશામાં વિવિધ પ્રયત્નો કરી રહેલ છે. રાજકોટ શહેરેઆ પ્રોજેક્ટ અંતર્ગત ક્લાઈમેટ રેસિલિયન્ટ સીટી એક્શન પ્લાન બનાવેલ છે જે દ્વારા રાજકોટ શહેરનો કુલ ૧૪% ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનમાં ઘટાડો કરવાનો ટાર્ગેટ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અમલ કરેલ વિવિધ ક્વિક્વિન પ્રોજેક્ટ તથા બેંકેબલ પ્રોજેક્ટ્સની પણ ગ્લોબલ જુરી દ્વારા પ્રશંસા કરવામાં આવેલ. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ શહેરના વિવિધ કલાઇમેટ રેસિલિયન્ટ એક્શનને ઈઉઙ તથા ઈંઈકઊઈં દ્વારા હોસ્ટ કરેલ ૠહજ્ઞબફહ ઈજ્ઞદયક્ષયક્ષફિં જ્ઞર ખફુજ્ઞિ ની યુનિફાઇડ રિપોર્ટિંગ સિસ્ટમમાં રિપોર્ટ કરવા માટે સહયોગ મળેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.