Abtak Media Google News

લ્યો બોલો… આખા ગામને ધંધે લગાડી

પોલીસ પૂછપરછ અને લેણદારોથી બચવા તાવ – શરદીનું કહી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો

ઓનલાઈન તીનપતીમાં એક લાખ હારી જતા આપઘાત કરું છું નો વિડિયો ઉતારી વાયરલ કર્યો હતો

છેલ્લા 24 કલાકથી રાજકોટ સહિત ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બનેલા શુભમ બગથરીયા કે જેને રાજકોટના આજીડેમમાં આપઘાત કરી છું નો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો ત્યારે તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસના સ્ટાફ દ્વારા તેને શોધવા માટે ધંધે લાગ્યું હતું પરંતુ કલાકો સુધી શોધખોળ બાદ પણ તેનો મૃતદેહ ન મળી આવતા પોલીસને શંકા ગઈ હતી. ત્યારે આજે બપોરના સમયે આ શુભમ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં તાવ શરદી હોવાનું કહી દાખલ થતા ખળભળાટ મચી ગઈ તંત્રને ધંધે લગાડ્યા બાદ પોતે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા તેના પરિવારજનો અને પોલીસ સ્ટાફ હોસ્પિટલે દોડી ગયા હતા.

ગઈકાલે આજીડેમમાં ઝંપલાવી સી.એનો અભ્યાસ કરતા શુભમ બગથરિયા (ઉં.વ.21) નામના યુવાનની એક સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થયો હતો. જેમાં તે બોલે છે કે, ‘તીનપત્તી માસ્ટરમાં રૂપિયા હારી ગયો છું, મારી પાસે એટલાં પાપ છે કે શબ્દોમાં બયાન કરી શકતો નથી’ અને મારી માથે રૂ.1 લાખનું લેણું થઈ ગયું છે.જેથી હું સ્યુસાઈડ કરવા માંગુ છું. નો વીડિયો બનાવ્યા બાદ યુવક આજી ડેમમાં કૂદી ગયો હોવાના સમાચાર મળ્યા ફાયરબ્રિગેડ અને પોલીસ ટીમ દોડી ગઈ હતી અને તેના મૃતદેહને શોધવા માટે ઉંધે માથે લાગતી હતી. જે બાદ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે 12 કલાક સુધી ડેમમાં શોધખોળ કરી હતી. પરંતુ તેનો કોઈ હતો લાગ્યો ન હતો ત્યારે આજે બપોરના સમયે તે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હોવાનું સામે આવતા પોલીસ સ્ટાફ અને તેના પરિવારજનો હોસ્પિટલે દોડી ગયા હતા જ્યાં તબીબે શુભમને તપાસી જણાવ્યું હતું કે તેને શરદી અને તાવ જ આવ્યો છે જેથી તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે પોતે આપઘાત કરે છે તેવો વિડીયો વાયરલ કર્યા બાદ પોલીસ અને ફાયર બ્રિગેડને ધંધે લગાડ્યા પછી તેની પૂછપરછ થી બચવા માટે તેને આ ઢોંગ રચ્યું હોય તેવું પણ ચર્ચાય રહ્યું છે. જેથી તે હોશ આવ્યા બાદ જ આગળની માહિતી મળવા પાત્ર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.