Abtak Media Google News
  • આજી ફિલ્ટર પ્લાન્ટના પમ્પીંગ સ્ટેશનની મશીનરી બદલવાની અને પાઈપલાઈન જોડાણની કામગીરી સબબ વોર્ડ નં.6, 8, 10, 11, 15, 17 અને 18માં પાણી વિતરણ બંધ

રાજકોટ કોર્પોરેશન દ્વારા રાજકોટવાસીઓ પર ફરી એકવાર પાણીકાપનો કોરડો વિંઝવામાં આવ્યો છે. ઇસ્ટ ઝોનમાં આજી ફિલ્ટર પ્લાન્ટ નં.3 પરના પમ્પીંગ સ્ટેશનની મશીનરી બદલવાની કામગીરી તથા આજી ફિલ્ટરથી દૂધ સાગર હેડ વર્ક્સ સુધીની પાણી ટ્રાન્સફર કરતી જૂની પાઇપલાઇનનું નવી પાઇપલાઇન સાથે જોડાણ કરવાનું હોવાથી આગામી રવિવાર અને સોમવાર એમ બે દિવસ ફરી પાણીકાપ લાદવામાં આવ્યો છે.

Rajkot: People Of Seven Wards Will Remain Thirsty Again On Sunday-Monday
Rajkot: People of seven wards will remain thirsty again on Sunday-Monday

રવિવારે  પુનિતનગર (મવડી) હેડ વર્ક્સ હેઠળ આવતા વોર્ડ નં.8 (પાર્ટ), વોર્ડ નં.10 (પાર્ટ) અને વોર્ડ નં.11 (પાર્ટ)માં સવારે 11 વાગ્યા સુધી પાણી વિતરણ બંધ રહેશે. જ્યારે સોમવારે વિનોદનગર હેડ વર્ક્સ હેઠળ આવતા વોર્ડ નં.17 (પાર્ટ) અને વોર્ડ નં.18 (પાર્ટ)માં જ્યારે દૂધ સાગર હેડ વર્ક્સ હેઠળના વોર્ડ નં.6 (પાર્ટ) અને વોર્ડ નં.15 (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે. પુનિતનગર હેડ વર્ક્સ હેઠળના વોર્ડ નં.8ના રામધામ, ન્યુ કોલેજવાડી, નવજયોત પાર્ક, જગનાથ પ્લોટ, સાંઇનગર, બ્રહ્મકુંજ સોસા., ગુલાબ વિહાર સોસા., ચંદ્ર પાર્ક સોસા., ગુરૂદેવ પાર્ક, શાકેત પાર્ક, પ્રદ્યુમન પાર્ક, ગોલ્ડન પાર્ક, વોર્ડ નં.10ના જય પાર્ક, સ્વાતિ પાર્ક, પાવન પાર્ક, નિધિ કર્મચારી સોસા., મારૂતિ સોસા., અલય પાર્ક-1, સત્યમ પાર્ક, દિપવન પાર્ક, શિવમ પાર્ક, શિવદ્રષ્ટિ સોસા., વોર્ડ નં.11ના બેકબો સોસાયટી, અર્જુન પાર્ક, ત્રાયસ સોસાયટી, જુનું ઓમનગર, ઓમનગર પાર્ટ-(એ), ધરમનગર પાર્ટ, લક્ષ્મી સોસા., વલ્લભ વિદ્યાનગર, સરદાર પટેલ પાર્ક, બેકબોન પાર્ક, જલારામ પાર્ક સોસા., પટેલનગર, મુરલીધર સોસા., ન્યુ ગાંધીનગર સોસા., આકાશદિપ સોસા., માટેલ સોસા., સ્વામિ નારાયણ સોસા., નાગબાઇ પાર્ક, અર્જુન પાર્ક, તાપસ સોસા., ઉપાસના પાર્ક, તુલશી પાર્ક, ગોવિંદરત્ન સોસા., ગોવિંદરત્ન વિલા, ગોવિંદરત્ન આવાસ યોજના, મવડી ગામતળ વિનોદનગર હેડ વર્ક્સ હેઠળ આવતા વોર્ડ નં.17ના બાબરીયા કોલોની, અયોઘ્યા સોસાયટી, સુભાષ નગર એબીસી, આશાપુરા નગર, કોઠારિયા રોડ,જમના નગર, હકરીઘવા રોડ, કિરણ સોસાયટી, સુભાષ નગર 6, નહેરૂનગર, જૂનું સુભાષ નગર, રાજલક્ષ્મી સોસાયટી, કામનાથ સોસાયટી, વિશ્રાન્તિ નગર, વિક્રાંતિ નગર, હુડકો-એ અને બી, મોરારીનગર. વોર્ડ નં.18ના રાધાક્રુષ્ણાનગર, રાધાનગર, રેઇનબો સોસાયટી, જવાહરનગર, શિવપાર્ક, શ્રદ્ધાપાર્ક, શિવશ્રધ્ધા સોસાયટી, શ્રધ્ધાદીપ સોસાયટી, ગ્રીનપાર્ક, શ્રધ્ધાપુરી સોસાયટી, રાધાક્રિષ્ણાનગર, સુખરામ સોસાયટી, વિનોદ્નગર, ભવનાથપાર્ક-1,  ભવનાથપાર્ક-રંગીલાપાર્ક, પુરૂષાર્થ સોસાયટી, લાલપાર્ક, પારસ સોસાયટી, રજત સોસાયટી, શ્યામપાર્ક, શ્રધ્ધાનગર, ન્યું ગોપવંદના, ન્યું સર્વોદય સોસાયટી, સરદાર વલ્લભભાઇ સોસાયટી, ગુરુક્રુપા સોસાયટી, ઓમ તિરૂપતિ બાલાજી પાર્ક,  બાલાજીપાર્ક (સુચિત) ધરમનગર(સુચિત), લક્ષ્મણપાર્ક, દુધસાગર હેડ વર્ક્સ હેઠળ વોર્ડ નં.6ના સદગુરૂ રણછોડનગર પાર્ટ-1,નવજીવન પાર્ક, જમાઈ પરા, શક્તી સોસા.(પાર્ટ), કબીરવન (પાર્ટ-1,2), શિવમ પાર્ક, મેહુલ નગર, સદગુરુ રંછોડનગર પાર્ટ-2, ભોજલરામ સોસા., ગઢીયા નગર-પાર્ટ-3, કનક નગર, એવન્યુ પાર્ક, સિદ્ધાર્થ પાર્ક, સંજય નગર, રાજારામ સોસા., ન્યુ શક્તી સોસા., મહેશ નગર, શ્યામ નગર, ગોકુલ નગર, ગોકુલ નગર (આવાસ યોજના), બાલકૃષ્ણ સોસા., શક્તી સોસા., ગુ.હા.બોર્ડ સિંગળિયા, આકાશદીપ સોસા., રિદ્ધિ સિદ્ધિ સોસા., સાગરનગર, મંછાનગર, બેટ દ્વારકા અને વોર્ડ નં.15ના મનહર મફતીયાપરા સંપૂર્ણ (શે.ન.-1 થી 7, લાખાજીરાજ શ્રમજીવી સંપૂર્ણ (શે.ન.-1 થી 6), ફારૂકી સોસા.,  ભગવતી સોસા. સંપૂર્ણ (શે.ન.-1 થી 6), જગદીશનગર,  ભૈયાવાડી (કોલોની), ગંજીવાડા શે. ન.-19 થી 40, 44 થી 64, 66, 68, 71 થી 75, માજોઠીનગર વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.