Abtak Media Google News

બાઇક પર મોડીરાતે ગાંજાની ડિલિવરી કરવા આવેલા શખ્સને ઝડપી કુવાડવા પાસેથી એસઓજીએ ઝડપી માદક પદાર્થના વેચાણનો કર્યો પર્દાફાશ

Advertisement

શહેરના એસઓજી સ્ટાફે ચારેક માસ પહેલાં જંગલેશ્વર વિસ્તારમાંથી ગાંજો અને ચરસનો જંગી જથ્થો ઝડપી કરેલા પર્દાફાસ બાદ ચોટીલાના ખરેડી ગામે એકાદ વિઘા જમીનમાં કરાયેલું ગાંજાનું વાવેતર ઝડપી લીધું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચોટીલા તાલુકાના ખરેડી ગામના જીલા લીંબા ચૌહાણ નામનો શખ્સ જી.જે.૩ઇજે. ૩૯૯૬ નંબરના બાઇક પર ગાંજાની ડીલીવરી આપવા આવતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના એસ.સી.પી. જયદીપસિંહ સરવૈયાના માર્ગ દર્શન હેઠળ પી.આઇ. એસ.એન.ગડુ, પી.એસ.આઇ. ઓ.પી.સિસોદીયા, એચ.એમ.રાણા, હેડ કોન્સ્ટેબલ આર.કે.જાડેજા, વિજેન્દ્રસિંહ ઝાલા, જીતેન્દ્રસિંહ ઝાલા ક્રિપાલસિંહ ચુડાસમા, ગીરીરાજસિંહ ઝાલા અને મેહુલ મઢવી સહિતના સ્ટાફે કુવાડવા ગામના શિતળા માતાજીના મંદિર પાસે વોચ ગોઠવી હતી.

પોલીસની વોચ દરમિયાન ખરેડીના જીલા ચૌહાણ જી.જે.૩ઇજે. ૩૯૯૬ નંબરના બાઇક પર ત્યાંથી પસાર થતા તેને અટકાવી રૂ. ૫૨૬૦ની કિંમતના ૧,૨૯૦ કિલો લીલા ગાંજા સાથે ઝડપી લીધો હતો.

જીલા ચૌહાણની પૂછપરછ દરમિયાન તે ગાંજો ચોટીલા તાલુકાના ખરેડી ગામના મુન્ની બાપુની વાડીએથી લાવ્યો હોવાની અને તેને ગાંજાનું વાવેતર કર્યાની કબુલાત આપી હતી.

જીલા ચૌહાણ સામે એનડીપીએસ હેઠળ ગુનો નોંધી કુવાડવા પોલીસ મથકના પી.આઇ. એમ.ડી.ચંદ્રાવાડીયા સહિતના સ્ટાફે તપાસ હાથદઈ છે જ્યારે એસઓજી સ્ટાફે સુરેન્દ્રનગર પોલીસને સાથે રાખી ચોટીલાના ખરેડી ગામે મુન્ની બાપુની વાડીએ ગાંજાના વાવેતર અંગે દરોડો પાડયો હતો.

મુન્ની બાપુની વાડીએથી ૧૦૦૦ કિલો લીલો ગાંજો મળી આવ્યો હતો તેમજ એકાદ વિધા જમીનમાં ગાંજાનું વાવેતર કરાયું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવતા મુન્ની બાપુ સામે સુરેન્દ્રનગર પોલીસે કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.