Abtak Media Google News

૩૮૮૨ ટન ઔદ્યોગિક મીઠાનું વહન: રાજકોટ વિભાગને ૬૦.૨૭ લાખની આવક

માલ વાહકોને આકર્ષવા માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ સાથે રાજકોટ વિભાગે ખુલ્લા વેગનમાં ઔધોગિક મીઠુ લોડ કરીને નવી સિધ્ધિ હાંસલ કરી છે. સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર અભિનવ જેફના જણાવ્યા મુજબ ઔદ્યોગિક મીઠાનુ લોડિંગ લાંબા સમય પછી ફરી શરૂ કરવામાં આવ્યુ છે.

રાજકોટ વિભાગના બિઝનેશ ડેવલપમેન્ટ યુનિટના જોરદાર પ્રયત્નોને કારણે આ શકય બન્ય છે. પશ્ર્ચિમ રેલ્વેના પ્રસ્તાવ પર રેલ્વે બોર્ડ દ્વારા કરવામાં આવેલી નીતિગત પહેલ અને ઔદ્યોગિક ઉપયોગ માટે મીઠાના વર્ગીકરણમા ઘટાડો અને ૧૨૦થી ૧૦૦એ સુધીના સુધારાને કારણે આ શકય બન્યું છે.

એક વર્ષના અંતરાલ પછી રાજકોટ વિભાગના વવાણીયા સ્ટેશનથી મીઠુ લોડ કરવાનુ સુનિશ્ર્ચિત થયું. આ રેક ધનબાદ ડિવિઝનના રેણૂકૂટ સ્ટેશન પર ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ માટે જપદીપ કેમ ફૂડ પ્રા. લિ. વતી કરવામા આવી છે. ઔદ્યોગિક મીઠુ ૫૮ વેગનરેક દ્વારા ૩૮૮૨ ટન વજન સાથે ૧૫૮૮ કિમી વહન કરવામાં આવી રહ્યુ છે. જેનાથી રાજકોટ વિભાગને ૬૦.૨૭ લાખ રૂપિયાની આવક થઇ છે. રેલ્વે મંત્રી પિયુષ ગોયલના જણાવ્યા મુજબ આ નવો ટ્રાફિક પ્રવાહ વિવિધ માલવાહકના અનુકુળ ઝડપી અને અસરકારક પરિવહનનો માર્ગ મોકળો કરશે.

નેશનલ ડિફેન્સ એકેડમીની પરીક્ષા માટે સ્પેશ્યલ ટ્રેન દોડશે

આજે રાત્રે સોમનાથ-અમદાવાદ તથા કાલે અમદાવાદથી પરત ફરશે

પશ્ર્ચિમ રેલવે દ્વારા નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવલ એકેડમી પરીક્ષાના ઉમેદવારો માટે આજે રાત્રે સોમનાથ-અમદાવાદ તથા કાલે અમદાવાદ-સોમનાથ વચ્ચે સ્પેશ્યલ ટ્રેન દોડશે.

સોમનાથ- અમદાવાદ સુપર ફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન આજે રાત્રે ૨૧.૨૫ કલાકે સોમનાથથી ઉપડી રાજકોટ રાત્રીના ૧૨ કલાકે પહોંચશે તથા સવારે ૫ કલાકે અમદાવાદ પહોચશે.

આ જ ટ્રેન પરત અમદાવાદથી કાલે રાત્રે ૨૨ કલાકે ઉપડી રાજકોટ ૨.૪૦ કલાકે તથા સોમનાથ સોમવારે ૫.૩૫ કલાકે પહોચશે. આ ટ્રેન જુનાગઢ, રાજકોટ, સુ.નગર, વીરમગામ વગેરે સ્ટેશનોએ રોકાશે, ટ્રેનમાં કુલ ૨૩ ડબ્બા હશે ૧ થર્ડ એસી, ૧પ સેક્ધડ સ્લીપર, પ જનરલ કોચ તથા ર લગેજ વાન રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.