Abtak Media Google News

ડો.સંજયભાઈ જીવરાજાનીનો પુત્ર કેવિન જીવરાજાનીને આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરવા સજજ

રાજકોટનો વધુએક નવયુવાન રણજીમાં પદાર્પણ કરે છે. તેની નેમ આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકવાની છે. ડો. સંજયભાઈ જીવરાજાનીનો પુત્ર કેવિન જીવરાજાની અન્ડર ૨૩ સી.કે.નાયડુ ટ્રોફીમાં ચમકયો છે. સતત ૨ મેચમાં સેન્ચુરી મારી છે. અત્યારે રમાતી મેચમાં તેણે ૧૪૦ રન કર્યા છે.ભારત દેશમાં જો રમતની વાત કરવામાં આવે તો લોકોની જીભ ઉપર ક્રિકેટ જ નામ આવી જતું હોઈ છે. ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે રાજકોટની, તો રાજકોટમાં રહેતા કેવીન જીવરાજાની નામના ખેલાડી માટે ક્રિકેટ એક એવી રમત છે, જેના માટે તે રાત જાગી પોતાના ઘરમાં નેટ અને બોલીંગ મશીન રાખી પ્રેકટિસ કરે છે. ત્યારે કેવીન જીવરાજાનીએ ‘અબતક’ સાથે વાતચીત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.