Abtak Media Google News

મૃતદેહ સાથે મોડીરાતે મોટી સંખ્યામાં સતવારા સમાજ દોડી ગયો: ઉંડી તપાસ કરવા માગ: પોલીસે રી પોસ્ટમોર્ટમ કરાવ્યો: જામનગરના શખ્સ સહિત બે શખ્સોની શોધખોળ

શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા શાસ્ત્રીનગરમાં રહેતા અને કડીયા કામ કરતા સતવારા યુવાન ગત શનિવારે ભેદી રીતે ગુમ થયા બાદ ગઇકાલે બાવળા પાસેથી ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં લાશ મળી આવતા મોટી સંખ્યામાં સતવારા સમાજ એકઠો થઇ મૃતદેહ સાથે પોલીસ કમિશનર કચેરીએ ઘસી આવ્યા હતા. પોલીસે મૃતક યુવાનનું રી પોસ્ટમોર્ટમ કરાવી તપાસ હાથધરી છે. મૃતકના ભાઇને મોબાઇલ અને એક્ટિવા આપવા આવેલા બે શખ્સોની શોધખોળ પોલીસે હાથધરતા એક શખ્સ જામનગરનો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે મોબાઇલ નેટવર્કના આધારે બંને શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાસ્ત્રીનગર રહેતા હસમુખ મોહનભાઇ હડીયલ નામના સતવારા યુવાન ગત શનિવારે રૈયા રોડ પર આવેલા આલાપ ગ્રીન સિટી પાસે કડીયા કામે ગયો હતો અને સાંજના સાડા છ વાગે કામ પરથી છુટી ઘરે પરત આવ્યો ન હતો.

રાતે આઠેક વાગ્યાના સુમારે હસમુખભાઇના ૧૨ વર્ષના પુત્રને અજાણી વ્યક્તિએ મોબાઇલમાં વાત કરી તારા પિતાનો મોબાઇલ અમોને મળ્યો છે તેમ કહી વાત કરતા તેને કેશુભાઇ હડીયલને વાત કરતા તેઓએ કેશુભાઇ સાથે વાત કરી મોબાઇલ રામાપીર ચોકડી પાસે આપવા આવવાનું કહ્યા બાદ બજરંગવાડી તરફ જતા માર્ગ પર આવેલા મેલડી માતાજીના મંદિરે આવીને મોબાઇલ લઇ જવાનું કહેતા કેશુભાઇ ત્યાં ગયા હતા

Vlcsnap 2017 04 11 08H51M57S177આશરે ૩૫ વર્ષનો કાળા કલરનું ટીશર્ટ પહેરેલો અજાણ્યો યુવાન આવ્યા હતો તેને હસમુખ હડીયલનું ટીફીન, મોબાઇલ અને એક્ટિવા આપી પોતાને હોસ્પિટલ ચોકમાં મુકી જવા જણાવ્યું હતું ત્યારે હસમુખ કયાં છે તે અંગે પૂછપરછ કરતા અજાણ્યા શખ્સે હસમુખને યાજ્ઞિક રોડ પરની મુતરડીમાં અન્ય યુવાન સાથે બદકામ કરતા પકડયો હોવાનું અને તેને બે લાફા મારતા તે ત્યાંથી ભાગી ગયો હોવાનું જણાવ્યું હતું. કોની સાથે બદકામ કરી રહ્યો હતો તે અંગે પૂછપરછ કરતા તે શખ્સ હોસ્પિટલ ચોકમાં હોવાનું જણાવતા તેની સાથે કેશુભાઇ હોસ્પિટલ ચોકમાં ગયા હતા.હોસ્પિટલ ચોકમાં ટ્રાફિક પોલીસને જોઇને કેશુભાઇએ એક્ટિવા ઉભુ રાખી દીધુ હતુ અને ટ્રાફિક પોલીસની મદદ માગતા તેને રિક્ષા ભાડે કરી ત્રણેયને એ ડિવિઝન પોલીસ મથકે જવા જણાવ્યું હતું. રિક્ષા થોડે દુર પહોચી ત્યાં એક શખ્સ ચાલુ રિક્ષાએ ભાગી ગયો હતો અને તેની શોધખોળ કરતા હતા ત્યાં બીજો શખ્સ પણ ગુમ થઇ ગયો હોવાથી સમગ્ર ઘટના અંગે યુનિર્વસિટી પોલીસને જાણ કરી હતી.

યુનિર્વસિટી પોલીસ મથકના પી.એસ.આઇ. જાડેજાએ શવિવાર સાતે હસમુખ હડીયલ ગુમ થયાની નોધ કરી બંને શખ્સોના મોબાઇલ ટ્રેસ કરવાનું શ‚ કર્યુ હતુ તેમજ રવિવારે પણ બંનેના મોબાઇલ લોકેશન મેળવતા બંને શક્સોના લોકેશન બસ સ્ટેશન પાસે આવતા હતા પણ થોડી થોડી વારે બંને શખ્સો મોબાઇલ બંધ કરી દેતા હોવાથી ભાળ મળી ન હતી.

દરમિયાન ગઇકાલે બાવળા પોલીસ મથકમાંથી કેશુભાઇને ફોન આવ્યો હતો અને એક મૃતદેહ મળી આવ્યો છે તે કદાચ તમારા ભાઇ હસમુખનો હોય તેવું જણાતું હોવાની વાત કરતા કેશુભાઇ પરિવાર સાથે બાવળા દોડી ગયા હતા ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં હસમુખ હડીયલનો મૃતદેહ ઓળખી બતાવ્યો હતો. પોલીસે તેનું બાવળા પાસે આવેલા મોગલ માતાજીના મંદિર પાસે વાહન અકસ્માતમાં મોત થયાનું જણાવતા લાશ સંભાળી રાજકોટ લાવ્યા બાદ મોડીરાતે પોલીસ કમિશનર કચેરીએ મૃતદેહ સાથે સતવારા સમાજના મોટી સંખ્યામાં દોડી ગયા હતા અને હસમુખ હડીયલની હત્યા થયાની શંકા વ્યક્ત કરી તટસ્થ તપાસની માગ કરતા ડીસીપી કરણરાજ વાઘેલાએ હસમુખ હડીયલનું રી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને બંને શંકમંદના મોબાઇલ ટ્રેસ કરાવી તપાસ હાથ ધરતા એક શખ્સ જામનગરનો હોવાનું બહાર આવ્યું છે. મોબાઇલ નેટવર્કના આધારે બંને શખ્સોને ટૂંક સમયમાં ઝડપી સમગ્ર ઘટના શું બની તે અંગેની વિગતો સ્પષ્ટ થઇ જશે તેમ પોલીસસુત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.