Abtak Media Google News

 

અબતક,ઋષી મહેતા, મોરબી

ધંધુકામાં થયેલી ધાર્મિક પોસ્ટ બાબતે કિશન ભરવાડની ચકચારી હત્યાના પડઘા સમગ્ર ભારતમાં પડ્યા છે ત્યારે આ હત્યાના તાર ધંધુકા, અમદાવાદ, મોરબી, રાજકોટ, મુંબઈ અને દિલ્હી સુધી જોડાયેલા હોવાનું જાણવા મળ્યું હતું .જેમાં મોડી રાત્રીના મોરબી રાજકોટ હાઇવે પર મિતાણા પાસેથી હત્યા કરવા માટે વપરાયેલું હથિયાર આપનાર અજીમ સમાંને રાજકોટ એસઓજીની ટીમે ઝડપી લઈને એટીએસને સોંપ્યો હતો.અને ગુજરાત અઝજ ની ટિમ દ્વારા દિલ્હીમાંથી કમર ગની ઉસ્માન કાદરી નામના મૌલવીને ઝડપી લેવામાં આવ્યો હતો. કમર ગની એ જ હત્યા કરનાર આરોપીઓને આ પ્લાન બનાવી આપ્યો હતો અને કમર ગની ઝઋઈં (તારીક ફરોઘ-એ- ઇસ્લામ) નામના સંગઠન ચલાવે છે આ સંગઠનમાં પાકિસ્તાનની ત્રણ ચાર જેટલી સંસ્થાઓ પણ જોડાયેલ છે.મૌલવી કમર ગની ઉસ્માન કાદરી દ્વારા અનેક વખત યુવાનોને ભડકાવનાર ભાસણ આપવામાં આવ્યા છે અને પછી તેઓને સંપૂર્ણ મદદ પુરી પાડીને આ પ્રકારની ઘટનાઓને અંજામ આપવામાં આવે છે.અત્યાર સુધીમાં ધંધુકા હત્યા કેસમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક અમદાવાદના મૌલવી અને એક મુંબઇના મૌલવી અને અન્ય બીજા 4 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.