Abtak Media Google News

કર્ણાવતી  પાર્ટી પ્લોટ ખાતે સોમવારે પારિવારિક રાસોત્સવનું આયોજન

રાજકોટ મંડપ એન્ડ સાઉન્ડ એન્ડ સ્ટેજ લાઇટીંગ એસોસીએશન દ્વારા એસોસીએશનના સભ્યો માટે આગામી તા. 10 ને સોમવારે રામ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘અબતક’ મીડીયાની શુભેચ્છા મુલાકાતે આવેલા, પ્રમુખ જીતુભાઇ પટેલ (સુરજ મંડપ), વિરાંગભાઇ ત્રિવેદી (શુર સાઉન્ડ), ચેતનભાઇ ગણાત્રા, અશોકભાઇ લુણાગરીયા, અર્જુનભાઇ મેર, જયદીપભાઇ જાંબુચા, નિલેશભાઇ પટેલ, પિન્ટુભાઇ પટેલ તથા સુનિલભાઇ પટેલ વિગેરેએ વિશેષ વિગતો આપી હતી.

Advertisement

રાજકોટ શહેરમાં ચાલી રહેલા નવરાત્રી પર્વ થકી મા ભગવતીની આરાધના આપણે સહુ કરી રહ્યા છીએ ત્યારે રાજકોટ મંડપ કોન્ટ્રાકટર સાઉન્ડ એન્ડ સ્ટેજ લાઇટ એસો. દ્વારા આગામી શરદ પુનમની સોહામણી સંઘ્યાએ એક પારિવારિક વાતાવરણ માં શરદોત્સવનું આયોજન કરેલ છે.

તા. 10/10/રર ને 7.30 થી 10 સુધી કર્ણાવતિ પાર્ટી પ્લોટ, સેલિબ્રેશન પાર્ટી પ્લોટ પાછળ, અરબન ડેક રેસ્ટ્રો વાળો રોડ, કાલાવડ રોડ રાજકોટ ખાતે  આ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં બહેરા મુંગા શાળાની બાળાઓને આમંત્રણ અપાશે. અને સૌ માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરેલ છે તેમ આયોજકોએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.