Abtak Media Google News

ડાન્સીંગ, સીંગીગ, મોડેલીગ એકટીગની યુવા પ્રતિભાઓ માટે ઓનલાઇન ઓફલાઇન ઓડીસન ચાલુ

અભિનય ગીત અને રૂપેરી પડદે કીસ્મત ચમકાવવાની લાખો યુવાનોની આંખોના સપના પુરા કરવા માટે ‘સેમ્સ પ્રોડકશન’ના દેશ વ્યાપી ટેલેન્ટ શો ઉભરતા સિતારાઓ માટે આશિર્વાદ રુપ બનશે. અમદાવાદના સની પંચાલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવેલ કે યુવા દેશમાં યુવા પ્રતિભાઓને એક ઓપરચ્યુનીટી પ્લેટફોર્મ આપવાની જરૂર છે.

સેમ્સ પ્રોડકશન અગાઉ ટેલેનટ શોની એક સફળ સીઝન આપ્યા બાદ સીઝન-રની ભેટ યુવાનોને આપવાની તૈયારી કરી રહ્યું છે.ઇન્ડીયાઝ ફેમસ ટોપ મોડેલ્સ 2022 ની સીઝન-ર માં ડાન્સીંગ, સીંગીગ, મોડેલીગ, એકટીંગ માટે દેશભરના જુદા જુદા શહેરોમાં ટેલેન્ટ શોની શ્રૃંખલા માટે ઓનલાઇન ઓફલાઇન  ઓડીશન શરુ કરવામાં આવ્યા છે.આ ઓનલાઇન ઓડીશનમાં ઉભરતા કલાકારોને તક ઉપરાંત ટ્રોફી  ક્રાઉન સર્ટીફીકેટ, ગીફટ ફમુવી, આલ્બમ સોંગ ની ભેટ અન ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આગવી ઓળખ માટે સુવર્ણ તક અપાશે.

‘ઇન્ડીયાઝ ટોપ  મોડેલ્સ 2022 ટેલેન્ટ શો’ માટે અમદાવાદના સની પંચાલ અને રાજકોટના સના ખાન દ્વારા સેવાકીય શોની જેમ અગાઉ સીઝન-1 માં રાજકોટમાં 22-7-22 ના રોજ યોજાયેલ ગ્રાન્ડ ફીનાલનું ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો. હવે બીજી સીઝનમાં પ્રર્ફોમન્સના ઇતિહાસ રચ્યો છે.

આ ટેલેન્ટ શો ની વધુ વિગતો માટે સેમ્સ પ્રોડકશનના ઓનર સની પંચાલ – સના ખાન (મો.નં. 81604 32511 પર સંપક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.