Abtak Media Google News

એનિમલ કલાઇમેટ અને હેલ્થ એપ  ફાઉનડેશને પર્યાવરણ અને જાગૃતિ અંગે વર્કશોપ યોજાયો

આજે ” ડે” ભારતના મહાન સપૂત ભારત-રત્ન એમ વિશ્વસરૈયાના જન્મ-દિવસ નિમિતે ” ડે” ઉપક્રમે વી.વી.પી. ઈજનેરી કોલેજે ફરી રેકોર્ડ કર્યો છે.

Advertisement

છેલ્લા ર6 વર્ષોથી રાષ્ટ્રભકિતમાં માનનારી શિક્ષણ સાથે કાર્યરત વી.વી.પી. હરહંમેશ એવું વિચારે છે કે પ્રકૃતિએ જે આપ્યું છે તેનું શોષણ કર્યા વગર તેનુ જતન કરી કઈ રીતે બચાવી શકીએ  તે માટે વી.વી.પી. દવારા એનીમલ કલાઈમેટ અને હેલ્થસેવ ફાઉન્ડેશન કેનેડાની ભારતમાં કાર્યરત સંસ્થા પ્લાન્ટ બેઝડ ટ્રીટી દવારા પર્યાવરણ અને સ્વાસ્થય અંગે જાગૃતિ ફેલાવતા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.  આ પ્રકારના વર્કશોપનું આયોજન કરનારી વી.વી.પી. ગુજરાતની પ્રથમ અને ભારતની બીજી ક્રમાંકની સંસ્થા છે.  “કલાઇમેટ ચેન્જ ઇસ રીયલ નોઇગટુ અનનોન”  વર્કશોપ પર વ્યાખ્યાન આપવામાં આવ્યુ હતું.

કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહેમાનો દવારા પર્યાવરણ બચાવો જાગૃતિનાં ભાગરૂપે વી.વી.પી.માં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું.  ભારતના 14 શહેરોના મેયરશ્રીઓએ, ર કેબિનેટ મંત્રીઓએ, ર મુખ્યમંત્રીઓએ પ્લાન્ટ બેઝડ ટ્રીટી સંસ્થા ખાતે સહી કરીને એનીમલ એગ્રીકલ્ચરના લીધે પર્યાવરણ અને સ્વાસ્થય પર થતી આડઅસરો અંગે તથા પોષણ અંગે જાગૃતિ ફેલાવવાની ઝુંબેશમાં સાથ આપવા માટે વચન આપ્યું છે.  જેમાં રાજકોટના મેયર પ્રદીપભાઈ ડવનો પણ સમાવેશ થાય છે.વી.વી.પી. કોલેજના બાયોટેકનોલોજી ડીપાર્ટમેન્ટના અધ્યાપક  શ્રેયસ ધુલિયાએ વિદ્યાર્થીઓને વર્કશોપનાં વિષય પર વિચાર પ્રેરક પ્રશ્નો પૂછીને જાગૃત કર્યા હતા તથા પર્યાવરણ ને બચાવવા માટેની જરૂરીયાત અને ઈમરજન્સી અંગે પણ જાણકારી આપી હતી.

ન્યુટ્રશનીસ્ટ શ્વેતા  જે હાલમા નાગપૂરમાં કાર્યરત છે તથા પ્લાન્ટ બેઝડ ટ્રીટી સાથે જોડાયેલા છે.  તેમણે વિધાર્થીઓને હાલમાં અસ્તિત્ત્વમાં રહેલ ખોરાકની આદતોથી થતા નુકશાન તથા વનસ્પતિ આધારિત ખોરાકમાંથી ન્યુટ્રીશીયન કઈ રીતે મેળવી શકાય તે વિષય અન્વયે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરૂ પાડેલ હતું.  બેંગલોર ખાતે કલાઈમેટ હીલર્સ સંસ્થામાં પ્રોજેકટ કો-ઓર્ડીનેટર તરીકે કાર્યરત ક્રીશ કુર્વા વર્કશોપના બીજા સેશનમાં કલાઈમેટ ચેન્જને નવા અભિગમ સાથે રજૂ કરી વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવી હતી.  તેઓએ કઈ રીતે ધીરજ તથા એકબીજાને સહયોગ કરી અહિંસક જીવનશૈલી અપનાવી શકાય તે અંગે પણ જાણકારી આપી હતી.

સમગ્ર વર્કશોપની સફળતા માટે આચાર્ય ડો. તેજસભાઈ પી. પાટલીયાના માર્ગદર્શન હેઠળ બાયોટેકનોલોજીના અધ્યાપક પ્રો. શ્રેયસ ધુલીયા, સમગ્ર પ્રાધ્યાપકગણ તથા કર્મચરીગણે ભારે જહેમત ઉઠાવી હતી.  સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. નીશાંત ગોપાલન દવારા કરવામાં આવેલ હતું.

વર્કશોપનાં સફળ આયોજન માટે વી.વી.પી. નાં મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર તથા ડો. નરેન્દ્રભાઈ દવેએ શુભેચ્છા પાઠવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.