Abtak Media Google News

નિયો રાજકોટ ફાઉન્ડેશન દ્વારા આયોજન

દેશના ટોચના સ્વરકારો, સંગીતકારો અને નૃત્યકારોની પ્રસ્તુતી કલાપ્રેમીઓ માટે અવિસ્મરણીય બનશ

નીઓ રાજકોટ ફાઉન્ડેશને સતત ચોથા વર્ષે સપ્ત સંગીની ની પરંપરાને જાળવી રાખતા ફરી એક વખત ૨૦૨૦ ના જાન્યુઆરી માસના પ્રથમ  સપ્તાહમાં તા. ૩ થી ૯ જાન્યુઆરી દરમિયાન શાસ્ત્રીય સંગીત અને નૃત્યના ક્ષેત્રમાં દેશના ખ્યાતિ પ્રાપ્ત અને ટોચના કલાકારોને રાજકોટના આંગણે આમંત્રીત કરી ભવ્ય સાંસ્કૃતિક કલા મહોત્સવ સપ્ત સંગીતી ૨૦૨૦ થકી રાજકોટની કોલપ્રિય જનતાને રસતરબોળ કરવા આવી રહ્યું છે. આ મહોત્સવમાં દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત ઉંચા ગજાના કલાકારો સાથે ખુબ પ્રતિષ્ઠિત સાથે કલાકારોની સંગત માણવાની તક રાજકોટવાસીઓને મળશે. જાન્યુઆરી ૩ તારીખે વાયોલીન વાદક કલા રામનાથ સાથે તબલા વાદક રામદાસ પલસુલેનું તબલાવાદન માણવા મળશે. તબલા વાદક તરીકે હિન્દુસ્તાની સંગીતના ઉપાસકો માટે પલસુલેજીનું ખુબ જ પરિચિત નામ છે. ૪ જાન્યુ.ના રોજ જાણીતા સિતારવાદક પુર્બયન ચેટરજી સાથે ઇશાન ઘોષનું તબલાવાદન માણવા મળશે. ઇશાન ઘોષ શ્રેષ્ઠ તબલા વાદક અને મહાસિતારવાદક પંડીત નયન ઘોષના સુપુત્ર પંડીત નિખીલ ઘોષના પૌત્ર તથા મહાન બાસુરી વાદક પંડીત પન્નાલાલ ઘોષના ભત્રીજા છે. પ જાન્યુ.ના રોજ જાણીતા સરોદવાદક  પાર્થો સારોથી સાથે તબલા સહયોગી તરીકે પં. યોગેશ સમસી રાજકોટના આંગણે આવી રહ્યા છે. તેમણે ફકત ૦૪ વર્ષની વયથી જ તેમના પિતા અને પ્રખ્યાત શાસ્ત્રીત ગાયક પંડીત દિનકર કૈકિની પાસે અને ત્યારબાદ પંડીત એચ. તારાનાથ રાવના માર્ગદર્શનમાં તબલાવાદનની તાલીમ પ્રાપ્ત કરી હતી. ૬ જાન્યુ.એ મહાન બાસુદી વાદક રોનુ મુખર્જી સાથે તબલા વાદક શુભ મહારાજની સંગત રાજકોટવાસીઓને માણવા આવશે.  ૮ જાન્યુ.ના રોજ રાજકોટવાસી ઓને સમર્પણ ફયુઝન બેન્કના ૬ કલાકારો દ્વારા શાસ્ત્રીય અને પાશ્ર્ચાત્ય સંગીતના ફયુઝનનો આનંદ માણવા મળશે. આ બેન્ડમાં ઓજસ અઢીયાનું તબલાવાદન સાંભળવા મળશે. ૯ જાન્યુ.અની રોજ રાજકોટના આંગણે પહ્મવિભુષણ પંડીત જસરાજજી સાથે સાથી ગાયક કલાકારો તરીકે રતના મોહન શર્મા, અંકિતા જોષી અને પંડીતા ત્રિપ્તિ મુખર્જી જોડાઇ રહ્યા છે. પંડીત જશરાજજી સાથે બીજા સાથે કલાકાર પંડીત ત્રિપ્તિ મુખર્જીનો મધુર કંઠે શ્રોતાઓને માણવા મળશે ત્રિપ્તિજી ૧૯૭૬ ની સાલથી મુંબઇમાં પડીત જશરાજજી પાસે મેવાતી ધરાનાની વિશેષ તાલીમ માટે ગુુરુ શિષ્ય પરંપરાથી જોડાયા હતા. પંડીત જશરાજ સાથે હાર્મોનિયમ વાદનમાં અભિયન રવાન્ડે સહાયક તરીકે રહેશે. તેમણે હામોનિયમની પ્રારંભિક તાલીમ તેમના પિતા અને ગુરુ લક્ષ્મીકાંત રવાન્ડે પાસેથી લીધી હતી.

સપ્ત સંગીતી ૨૦૨૦ સંગીત સમારોહની ખાસીયત એ છે કે આ સમગ્ર આયોજન રાજકોટના કલાપ્રેમી પેટનોની દિલાવરીને આભારી છે. જેથી દર વર્ષની માફક તમામ કાર્યક્રમો શ્રોતાઓ માટે નિ:શુલ્ક રહેશે. ગત વર્ષોના આયોજનોમાં શ્રોતાઓએ પણ વ્યવસ્થા માં પુરતો સહકાર  આપીને તમામ કાર્યકરોને અપ્રતિમ સફળતા અપાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.