Abtak Media Google News

કોંગ્રેસના બળવાખોરોથી બનેલી કારોબારી સમિતિમાં બળવો થતાં થોડા સમયથી ચર્ચાસ્પદ બનેલી સમિતિમા અંતે બળવાની આગેવાની લેનારા કે.પી. પાદરીયા વરાયા

રાજકોટ જીલ્લા પંચાયતની કારોબારી સમિતિના નવા ચેરમેનની વરણી કરવા ખાસ બેઠક આજે જીલ્લા પંચાયતના સભાખંડમાં યોજાઇ હતી. જેમાં પૂર્વ ચેરમેન રેખાબેન પટોળીયા સામે બળવાની આગેવાની લેનારા કે.પી. પાદરીયાની ચેરમેનપદે બીનહરીફ ધરણી કરવામાં આવી છે. પાદરીયાની કારોબારી ચેરમેન પદે વરણી થતાં સમીતીના અન્ય સભ્યો, આગેવાનો તથા તેમના ટેકેદારોએ ફુલહાર કરીને તથા એકબીજાના મ્હો મીંઠા કરાવીને હર્ષની લાગણી વ્યકત કરી હતી.

Advertisement

જીલ્લા પંચાયતની કારોબારી સમીતીની ખાસ બેઠક જીલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાના સચિવપદે યોજાઇ હતી. જેમાં નવા ચેરમેનની વરણી કરવાની કાર્યવાહી કરવા સૌ પ્રથમ કાર્યકારી ચેરમેન પદે વજીબેન સાંકળીયાની વરણી કરવામાં આવી હતી. જે બાદ હાથ ધરાયેલી ચેરમેનની વરણીમાં સમિતિના સભ્ય ચતુરભાઇ રાજપરાએ કે.પી. દરીયાના નામની દરખાસ્ત મુકી હતી. જેને સમિતિના અન્ય સભ્ય નારણભાઇ સેલાણાએ ટેકો આપ્યો હતો. બીજા કોઇ ઉમેદવારના નામની દરખાસ્ત ન આવતા કે.પી. પાદરીયાને ચેરમેન પદે બીનહરીફ ચુંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.

કે.પી. પાદરીયા ચેરમેન પદે બિનહરીફ ચુંટાતા સમિતિના સભ્યો, જીલ્લા પંચાયતના આગેાવાનો: ટેકેદારોએ ફુલહાર પહેરાવી અને મીઠા મોઢા કરાવીને હર્ષની લાગણી વ્યકત કરી હતી. પાદરીયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જીલ્લા પંચાયતના અટવાયેલા વિકાસ કાર્યોને ઝડપ ભેર પુરા કરવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો. પાદરીયાએ બાબાસાહેબ આંબેડકર અને સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરીને ચેરમેનપદે સફળ કામગીરી શકે તે માટે આશીર્વાદ લીધા હતા.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૪માં યોજાયેલી રાજકોટ  જીલ્લા પંચાયતની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષે ભારે બહુમતિ સાથે ૩૬માંથી ૩૪ બેઠકો મેળવી હતી. પરંતુ કોંગ્રેસ પક્ષમાં ચાલતી આંતરીક જુથબંધીના કારણે અઢી વર્ષ બાદ બળવો થયો હતો જેમાં બળવાખોર સભ્યોએ ભાજપના ટેકાથી કારોબારી સહિતની અનેક સમિતિઓ કબજે કરી હતી.

જેમાં કારોબારી ચેરમેનપદે રેખાબેન પટોળીયાની વરણી કરવામાં આવી હતી. ચેરમેન રેખાબેન પટોળીયાની કામગીરી સામે લાંબા સમયથી સમીતીના અન્ય સભ્યોમાં રોષની લાગણી છવાઇ જવા પામી હતી.

જેથી થોડા સમય પહેલા કે.પી. પાદરીયાની આગેવાનીમાં સમીતીના ૯ સભ્યોમાંથી ૬ સભ્યો અવિશ્ર્વાસની દરખાસ્ત ડીડીઓ સમક્ષ રજુ કરી હતી. આ અવિશ્ર્વાસની દરખાસ્ત પર નિર્ણય થાય તે માટે બોલાવેલી કારોબારી બેઠક પહેલા જ ચેરમેન રેખાબેને રાજીનામુ આપી દીધું હતું. જે બાદ નવા ચેરમેનની વરણી કરવા આજેની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.