Abtak Media Google News

દર વર્ષની જેમ જૂન મલેરિયા વિરોધી માસ અંતર્ગત મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મહાનગર પાલિકા દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરી 110 ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ દિવસે શહેરના 180 ઘરમાંથી મચ્છરના પોરા મળતા સ્થળ પર નાશ કરાયો હતો.

ખાસ ઝુંબેશ અંતર્ગત દરરોજ 10000 જેટલા ઘરનો સર્વે કરાશે.ચોમાસું નજીકમાં છે આથી મચ્છરની ઉત્પતિમાં વધારો થવાની શકયતા છે. આથી મચ્છરજન્ય રોગ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસ વધવાની શકયતા છે.

આ મચ્છર ઘરોમાં સંગ્રહિત કરેલા ચોખ્ખા અને સ્થિર પાણીમાં ઉતપન્ન થાય છે. આથી તેનો નાશ કરવા મહાપાલિકા દ્રારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જૂન માસ મલેરિયા વિરોધી માસ અંતર્ગત શહેરના 12 આરોગ્ય કેન્દ્ર મુજબ 110 ટીમની રચના કરી ગત મંગળવારથી ડોર ટુ ડોર સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ દિવસે 9 થી 10 હજાર ઘરનો સર્વે કરાયો હતો. જેમાં 180 ઘરમાં મચ્છરના પોરા મળ્યા હતાં.

મચ્છરજન્ય રોગથી બચવું હોય તો પાણી ભરેલા તમામ વાસણો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા, પાણીની ટાંકીઓ, ફૂલદાનીઓ, પક્ષીકુંજ, કુલર અને ફ્રીજની ટ્રે વગેરે અઠવાડિયામાં બે વખત સાફ કરવી, પાણીના નાના ખાડા-ખાબોચિયાના પાણી વહેવડાવી દો કે માટીથી પૂરી દો, ચોમાસામાં નકામા ટાયરો, ખાલી વાસણો કે ધાબા પરના ડબ્બા તથા અન્ય ભંગારનો નિકાલ કરવો વગેરે કરવાથી મચ્છરની ઉત્પતિ અટકાવી શકાય.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.