Abtak Media Google News

15 વેપારીઓને  ફૂડ લાઇસન્સ અંગે નોટિસ:વેપારીઓ સુધરી ગયા હોય તેમ એક પણ સ્થળેથી કેમિકલથી પકવેલી એક કિલો પણ કેરી ન પકડાઈ

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત કેલ્શિયમ કારબાઇડથી  કેરી પકવતા વેપારીઓ ત્યાં ચેકીંગ ચાલુ રાખવામાં આવ્યું છે.આજે 28 સ્થળે ચેકીંગ દરમિયાન 15 વેપારીઓને  નોટિસ ફટકારવામાં આવી હતી.

Whatsapp Image 2021 05 10 At 1.38.24 Pm

આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ  આજે ચેકીંગ દરમિયાન  જય જલારામ કેરી ભંડાર (અમીન માર્ગ હીગરાજ ચોક) ચેતન સીઝન સ્ટોર (અમીન માર્ગ, અક્ષરમાર્ગ કોર્નર ),મનાલી ફ્રેશ (ડીંપલ કોમ્પલેક્ષ, અમીન માર્ગ),  રાધે કૃષ્ના ફ્રુટ (ગીરીરાજ હોસ્પિટલ પાસે, 150 રીંગ રોડ), માનાલી જ્યુસ એન્ડ ફ્રુટ (સરદાર કોમ્પ. યુની. રોડ)  ભોલા ફ્રુટ (સરદાર કોમ્પ. યુની. રોડ),  મોરુકા ગીર કેરી (સરદાર કોમ્પ. યુની. રોડ), જલારામ ફ્રુટ(તીર્થરાજ કોમ્પ. યુની. રોડ),  શ્રીજી મેન્ગો (સરદાર કોમ્પ. સામે, યુની. રોડ),મોમાઇ કેરી ભંડાર(શ્રી કોમ્પ. રોડ) ,ગોલ્ડન કેરી ભંડાર (સરદાર કોમ્પ. સામે, યુની. રોડ),શ્રી સીઝન સ્ટોર ઉમીયાજી કેરી (ભંડારમહાલક્ષ્મી મે.રોડ. યુની રોડ કોર્નર),શુભ કેરી (મહાલક્ષ્મી મે.રોડ. યુની રોડ કોર્નર), વી કે ફ્રુટ (માર્કેટીંગ યાર્ડ) ,મહાકાળી ફ્રુટ સેન્ટર (કોઠારીયા રોડ ), બીપીન કેરીવાળા (પતીરા બર્ધર્સ પાસે, અમીન માર્ગ) ,રોયલ ફ્રુટ એન્ડ જયુસ(150 રીંગ રોડ યુની. રોડ કોર્નર),આઇ  શ્રી ખોડીયારમાં ફ્રુટ સેન્ટર (સંદરમ્ એપા. યુની. રોડ ),હંસરાજ ફાર્મ(મહાલક્ષ્મી મે.રોડ. યુની રોડ કોર્નર ),તીરુપતી ફ્રુટ(સંતકબીર રોડ), સત્યમ ફ્રુટ સેન્ટર (સંતકબીર રોડ), મારૂતી સીઝન સ્ટોર(સંતકબીર રોડ) ,જય અંબે ફ્રુટ (માર્કેટીંગ યાર્ડ ), જે પી ફ્રુટ (માર્કેટીંગ યાર્ડ ),મોમાઇ ફ્રુટ (માર્કેટીંગ યાર્ડ),જલીયાણ ફ્રુટ (માર્કેટીંગ યાર્ડ), રસીકભાઇ કેશુભાઇ ફ્રુટવાળા (માર્કેટીંગ યાર્ડ ), બાપાસીતારાક ફ્રુટ (સંતકબીર રોડ) અને ભારત ફ્રુટ સેન્ટર (પેડક રોડ )ખાતે ચકાસણી કરવામાં આવી હતી.હાલની સ્થિતિએ કેરી પકવતા આસામી દ્વારા ઋજજઅઈં માન્ય ઇથેપીયોન પાવડર અને ઈથીલીન ગેસનો ઉપયોગ થતો જોવા મળેલ છે. જેની સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.