Abtak Media Google News

સેઇફ સીટી માટે રાજકોટની આઇ-વે પ્રોજેકટની પસંદગી :  સ્માર્ટ સિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને એકઝીબીશન્સ દ્વારા માન. મેયર શ્રી ડો. જૈમન ઉપાધ્યાય અને ડે. કમિશનર શ્રી સી.કે.નંદાણીને એવોર્ડ એનાયત

કેન્દ્ર સરકારશ્રીના સ્માર્ટ સિટી મિશન હેઠળ ઝડપથી વિકાસ પામી રહેલા શહેરોની અવનવી સુવિધાઓ અભ્યાસનો વિષય બનેલ છે ત્યારે રાજકોટ શહેર પણ તેની આધુનિક ઢબની પ્રગતિના પરિણામે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા હાંસલ કરી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાએ રાજકોટને સેઇફ અને સિકયોર સિટી બનાવવા કાર્યરત કરેલા ‘રાજકોટ આઇ-વે પ્રોજેકટ’ને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ પ્રાપ્ત થયું છે. સ્માર્ટ સિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને એકિઝબીશન્સ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સેઇફ સિટી એવોર્ડ ઓફ સ્માર્ટ સિટીઝ ઇન્ડિયા એવોર્ડઝ-૨૦૧૮ માટે રાજકોટના આઇ-વે પ્રોજેકટની પસંદગી કરી છે, અને તા..૨૫-૫-૨૦૧૮નાં  રોજ નવી દિલ્હી  ખાતે યોજાયેલ એવોર્ડ અર્પણ સમારોહમાં રાજકોટના મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય અને નાયબ મ્યુનિ. કમિશનર શ્રી ચેતન નંદાણીને સેઈફ સીટી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Dsc 2935 1મેયરશ્રીએ જણાવ્યું હતું કે,  સ્માર્ટ સિટીઝ ઇન્ડિયા એવોર્ડઝ-૨૦૧૮ના સેઇઝ સિટી એવોર્ડની કેટેગરીમાં રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલિસના ‘આઇ-વે પ્રોજેકટ’ની ભરપૂર સરાહના કરવામાં આવી છે. જેમાં તા. ૨૫ મેના રોજ પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે યોજાયેલ ખાસ કાર્યક્રમમાં રાજકોટ શહેરને આ એવોર્ડથી ગૌરવાંકિત કરવામાં આવેલ છે. નેશનલ લેવલે વિજેતા બનેલા રાજકોટ આઇ-વે પ્રોજેકટ હેઠળ રાજકોટ મહાનગરપાલિકાએ પ્રથમ તબક્કામાં આશરે ૪૭૫ જેટલા સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કર્યા હતા અને તેના મોનિટરીંગ ઓપરેશન માટે વિશાળ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ કાર્યરત કર્યો હતો. ત્યારબાદ બીજા તબક્કામાં પણ એટલી જ સંખ્યામાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ થઇ રહ્યા છે, અને આ કામગીરી ટુંક સમયમાં જ પૂર્ણ થઇ જશે. રાજકોટ આઇ-વે પ્રોજેકટ શહેરની કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ, ટ્રાફિકની સ્થિતિ, મહાનગરપાલિકાની વિવિધ સેવાઓનું મોનિટરીંગ વગેરેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.