Abtak Media Google News

૧૯૮૨માં ફિલિપાઇન્સ ખાતે આંતરરાષ્ટ્રીય વોલીબોલ રેફરીની પદવી મેળવેલી

૧૯૭૬માં રાજકોટ હાર્વે કલબનું સુકાન સંભાળેલું

રાજકોટના વોલીબોલ રમત ક્ષેત્રે ખુબજ ખ્યાત નામ ખેલાડી અને ઇન્ટરનેશનલ વોલીબોલ રેફરી ગુણવંત પંડયાએ ૧૪ ઓગષ્ટના ૮૩ વર્ષમાં પ્રવેશ કર્યો છે.

ગુજરાત યુનિવરસીટી તથા ગુજરાત સ્ટેટ નિ વોલીબોલ ટીમમાં પસંદગી પામી ઘણા વષે નેશનલ રમવા ગયેલ ૧૯૭૪માં બેંગલોર મુકામે વોલીબોલ રેફરી એકસામ આપી નેશન રેફરી બન્યા હતા.

૧૯૮૨માં વી.એફ.આઇ. દ્વારા પસંદગી પામી ભારતનું પ્રતિનિધિત્વ લઇ ફીલીપાઇન્સ મનિલા મુકામે યોજાયેલ ઇન્ટરનેશનલ એકઝામ આપવા ગેઇમ્સમાં ઇન્દ્રપ્રસ સ્ટેડીયમમાં વોલીબોલ ગેઇમ્સ માટે ટેકનિકલ ઓફીસીપલની ફરજ બજાવેલ.

મદ્રાસ મુકામે વી.એફ.આઇની જનરલ બોર્ડની મીટીંગમાં સર્વાનુમતે ઓલઇન્ડીયા રફેરી ટેકનિકલ કમીટીમાં પસંદગી કરવામાં આવેલ. ટોકીયો ઝાપામ ખાતે યોજાયેલ થર્ડ એશીયન વોલીબોલ ચેમ્પટયનસીપમાં રફેરી તરીકેનું એસાઇનમેન્ટ મળતાં જાપાન ટોકીયો ગયેલ.

ગુજરાતમાં વોલીબોલ રમતનું ધોરણ ઉંચુ લાવવા વિજયભાઇ રૂપાણી તથા જી.આર.એસોરીયાના સરકારથી ભારત લેવલની ભાઇઓ તથા બહેનોની લીંગ ટુર્નામેન્ટ રેસકોસ ક્રિકેટ મેદાન પર યોજી.

બીજી લીંગ વોલીબોલ ટુર્નામેન્ટ જી.એસ.એફ.સી.ના એમ.ડી.સી.જે.એસ. તથા એ.સી.પી. ભરતસિંહ સરવૈયાના સહકારથી બરોડામાં યોજી.

ત્રીજા લીગ ટુર્નામેન્ટ વજુભાઇ વાળા તથા ગુરુપ્રસાદ મહાપાત્રાના સહકારથી સુરતમાં ઇન્ડોર સ્ટેડીયમ ખાતે યોજી. ૧૯૭૬માં રાજકોટ હાર્વે કલબનો કબજો કલેકટર આર.બસુ તથા ડી.એસ.પી. એસ.એન. સિંહાએ લઇ એક ઓક કમિટી બોલાવી જેમાં ગુણવત પંડયાને પણ લેવામાં આવેલ અને કલેકટરની રાહબારી નીચે કલબના સધળા સંચાલનની જવાબદારી તેઓને સોંપવામાં આવી.

૧૯૭૬થી ૨૦૦૬ દરમિયાન કલેકટર કમિશ્ર્નર તથા અન્ય અધિકારી ગણના સહકારથી કલબમાં સ્વીમીંગપેલ ઇન્ડોર બેડમીન્ટન હોલ, જીમ હોલ, ટી.ટી.હોલ, બીલીપડ હોલ, કોશ હોલ, ફલ્ડ લાઇટમાં બે ટેનિશકોટ ગુણવંત પંડયાની દેખરેખ નીચે બનાવમાં આવ્યા.

એચ.જે. સ્ટીલ તથા આયોસીના સહકારથી ૧૯૮૨થી ૨૦૦૬ સુધી મેજર ટેનિશ તથા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવેલ આજે પણ આ ટુર્નામેન્ટો રમાય છે.  અને સંસ્થાનું સંચાલન હાલ શશિભાઇ આડેશરા તથા એમ.બી.જાદવ સંભાળી રહેલ છે.

સંસ્થાને ભવ્ય બનાવવામાં ગુણવંત પંડયાએ પોતાની સમય આપી ખુબ જ જહેમત ઉઠાવી છે.

૨૦૧૫માં કમિશ્ર્નર મોહન ઝા તથા એ.ડી. કમિશ્ર્નર ડો. કે.એલ. એન. રાવે હાર્વે કલબની તેમની સેવા અને કામગીરી બદલ કલબમાં બહુમાન કરેલ.

સંસ્થાના સભ્યો તથા રાજકોટના ખેલાડી મિત્રો કહેતા કે હાર્વે કલબ એટલે ગુણુભાઇ અને ગુણુભાઇ એટલે હાર્વે કલબ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.