Abtak Media Google News

૧૦૦ જેટલી સ્કુલોમાંથી કાન્હા વિશ્વ વિઘાલયની કૃતિ સ્માર્ટ હોમની પસંદગી કરાઇ

રાજુલા તાલુકા સારી ગામના ધરાવતી અને થોડા એવા સમયમાં ખુબ જ પ્રગતિ કરનાર કાન્હા વિશ્વ વિઘાલયમાં શિક્ષણ સાથે બાળકોને અન્ય પ્રવૃતિઓમાં પણ આગળ વધારવા માટે શિક્ષક ગણ અને શાળાના ટ્રસ્ટીઓ અને શાળા પરિવાર દ્વારા ખુબ જ સુંદર મહેનત કરવામાં આવે છે. શાળામાં ભણતર સાથે જ્ઞાન, ગમ્મત, અને ગણીત માં પણ શાળાના વિઘાર્થીઓ પારંગત બને તેવા પ્રયત્નો સાથે શાળામાં લોકો ઉપયોગી પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે.

તાજેતરમાં રાજુલા મુકામે વિજ્ઞાન ગણિત પ્રદર્શન તાલુકા કક્ષાનું મોડેલ સ્કુલમાં યોજાયેલ હતું. જેમાં ૪૦ જેટલલ સ્કુલેએ ભાગ લીધેલ હતો. જેમાં કાન્હા વિશ્ર્વ વિઘાલયના બાળકો દ્વારા જે કૃતિ રજુ કરવામાં આવેલ તેને પ્રથમ ક્રમ પ્રાપ્ત થયેલ આ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ હોય આ કૃતિએ જીલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેવા માટે બગસરા મુકામે નાલંદા સ્કુલમાં મોકલાયેલ જેમાં ૧૦૦ જેટલી સ્કુલો એ ભાગ લીધેલ હતો. તેમાં પણ કાન્હા વિશ્ર્વ વિઘાલયની કૃતિ સ્માર્ટ હોમ નો પ્રથમ ક્રમ આવેલ હતો. આમ કાન્હા વિશ્ર્વ વિઘાલય દ્વારા અમરેલી જીલ્લામાં યોજાયેલ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને રાજુલા તાલુકાનું શિક્ષક્ષેત્રે ગૌરવ વધારેલ છે. અને શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરેલ છે. કાર્તિકભાઇ નિમાવત તથા શાળાના મોરપીચ્છ સમા રાહુલ ગોઢાણિયા, તેરૈયા ખુશી, ચાવડા રુદ્ર, જાની હાર્વી  તથા સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા પણ ખુબ જ મહેનત કરીને શાળાનું નામ જીલ્લા કક્ષાએ રોશન કરેલ છે. શાળાના ટ્રસ્ટીઓ હરસુરભાઇ પીંજર  અને પરેશભાઇ જોશી દ્વારા વિઘાર્થીઓને પ્રોત્સાહીત કરીને અભિનંદન પાઠવેલ છે.

જીલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન નાલંદા શાળામાં કરેલ હતું જેમાં શાળાના ટ્રસ્ટીઓ દ્વારા ખુબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હતો. સુંદર વ્યવસ્થાથી શિક્ષણ અધિકારી તથા પ્રજાપતિ એ પણ ખુશી વ્યકત કરેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.