Abtak Media Google News

કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા તથા કોમેડી કીંગ ધવલ દોમડીયાની ઉપસ્થિતિ

જેતપુરમાં શરદ પૂનમની રાત્રીએ સમસ્ત દરજી સમાજ દ્વારા પધારો રિસોર્ટ ખાતે શરદોત્સવ દાંડિયા નાઈટનું આયોજન કરાયુ હતું.જેમાં કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા,કોમેડી કિંગ ધવલ દોમડિયા ઉપસ્થિત રહયા હતા અને દાંડિયા નાઈટનો પ્રારંભ કરાવ્યો હતો.

41

સમસ્ત દરજી સમાજ દ્વારા ગુજરાત ઓપન દાંડિયા નાઈટનું ફ્રીમાં આયોજન કરાયું હતું જેમાં આયોજન કમિટી મયુર સરવૈયા,શનિભાઈ ચોહાણ, હિરેનભાઈ પરમાર,કમલેશભાઈ ગોહેલ,ધરમભાઈ રાઠોડ,સંજયભાઈ ગોહેલ તેમજ તમામ ટિમ દ્વારા ઉપસ્થિત જયેશભાઇ રાદડિયા તેમજ ધવલ દોમડિયાનું સ્વાગત કરાયું હતું.

1 10

આ ઉપરાંત સમસ્ત દરજી સમાજના ખેલેયાઓ મન મુકીને ગરબે ઘૂમ્યા હતા.આ આયોજનમાં વિજેતા ખેલેયાઓને ૨૫ કેટેગરીમાં ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં સમસ્ત દરજી સમાજ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળતા આપી હતી.તેમજ તમામ સહયોગી સ્પોન્સર અને દાતાઓને પણ સન્માનિત કરી કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.