Abtak Media Google News

કથિત આર્થિક આક્ષેપોના પગલે…

બે વર્ષથી ચાલતી ઘોડીપાસાની કલબમાં હપ્તાના મામલે વાકુ પડતા દરોડો પાડયાની  સંચાલકનો વિડીયો વાયરલ થતા પોલીસ બેડામાં હરકતમાં

એક પ્તાહ  પૂર્વે રેડમાં 38 શખ્સેની  ધરપકડ કરી રૂ.27 લાખનો મુદામાલ કબ્જે થયો’તો

લીંબડીના  સૌકા ગામે ઝડપાયેલા જુગારધામ કલબ ઝાલાવડ પંથકમાં  ચકચાર મચાવી છે. સૌકા ગામે છેલ્લા બે વર્ષથી જુગાર ચાલી રહ્યો હતો અને થોડા દિવસ પહેલા જ કેમ રેડ પાડવામાં આવી તે એક સવાલ ઉભો થઈ રહ્યો છે ત્યારે આ મામલે જુગારના સંચાલક નવદિપસિંહ દ્વારા પોલીસ કામગીરી સામે ઘણા ખરા સવાલો કરવામાં આવ્યા છે અને જે સવાલો અને આક્ષેપ કરાયા છે તેના પુરાવાઓ પણ નવદીપસિંહ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે ત્યારે આ મામલે સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ કામગીરી સામે સવાલો ઉભા થયાછે.

Advertisement

સૌકા ગામેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે જુગારધામ ઉપરથી દરોડા પાડી અને સમગ્ર ગુજરાત રાજ્યમાંથી જુગાર રમવા આવતા જુગારીયાઓની અટકાયત કરી લીધી હતી. આ મામલે 38 જેટલા જુગારી જુગાર રમતા ઝડપાયા હતા ગુડ્ડી પાસા નો જુગાર ચાલી રહ્યો હતો ખેતરમાં આ જુગાર રમાડવામાં આવી રહ્યો હતો છેલ્લા બે વર્ષથી આ જુગાર ચાલી રહ્યા હોવાનું સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું છે જોકે આ મામલે દરોડા પાડી અને 27 લાખ જેટલી મુદ્દામાલની રકમ પોલીસે જપ્ત કરી હતી. જુગાર સંચાલક નવદિપસિંહ દ્વારા પોલીસ કામગીરી ઉપર શનિવારે સાંજના સમયે સવાલો ઊભા કરવામાં આવ્યા હતા અને આક્ષેપો કરાયા હતા ત્યારે આ આક્ષેપોમાં પોલીસને દર મહિને 12 લાખ રૂપિયા આપવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે આ ઉપરાંત પોલીસ કે ફંકશન કરતી હોય છે તેમાં જે તે જરૂરિયાત હોય છે તેમાં જરૂરિયાત પૂરી પાડવાના પૈસા પણ આ જુગારધામના સંચાલક પાસેથી લઈ જતી હોય તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત વહીવટ દાર દ્વારા ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ નખાવી છે ગાડી નો હપ્તો ભરવાનો છે અથવા કોઈ કારણોસર દર મહિને 1 લાખ એક્સ્ટ્રા જુગારધામ ઉપરથી લઈ જવામાં આવતા હોવાનો આક્ષેપ પણ કરાયો છે.

આક્ષેપો બાદ  એસઓજી પોલીસ મથકના પી.એસ.આઇ તથા એક કોન્સ્ટેબલ દ્વારા વહીવટ કરવામાં આવતા હોય તેઓ આક્ષેપ કરાયો છે આ સીધો આક્ષેપ પોલીસ કામગીરી સામે સવાલો ઊભા કરી રહી છે ત્યારે ઉલ્લેખનીય છે કે આ મામલે રેન્જ આઈ જી અશોકકુમાર યાદવ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે યોગ્ય તપાસ કરવામાં આવે અને સત્યતા શું છે તે બહાર લાવવામાં આવે અને જે તે પોલીસ જુગારધામ માં સંડોવાયેલી છે તેને ઉપર પણ કાર્યવાહીના આદેશ આપી દેવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.