Abtak Media Google News

વેલડ્રેસ, બેસ્ટ પરર્ફોમન્સ, વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને ઈનામ વિતરણ કરાયું

રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીની આગેવાનીમાં રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આવેલા સહિયર રાસોત્સવના મેદાનમાં ફકત મહિલાઓ માટે ઓપન રાજકોટ રાસોત્સવ યોજાયો હતો.

શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનિતાબેન પારેખની આગેવાની હેઠળ તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, ભાનુબેન બાબરીયા, કાશ્મીરાબેન નથવાણી, વંદનાબેન ભારદ્વાજની ઉપસ્થિતિમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના રેસકોર્ષ ખાતે આવેલ સહિયર અર્વાચીન રાસોત્સવના ગ્રાઉન્ડમાં બહેનો માટે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં બહોળી સંખ્યામાં બહેનોએ આ રાસોત્સવમાં જોડાઈ માં જગદંબાની આરાધના કરી હતી. આ રાસોત્સવમાં ઉત્કૃષ્ટ દેખાવ એટલે કે વેલડ્રેસ, બેસ્ટ પરફોમન્સના વિજેતા થયેલ બહેનોને ભાજપ અગ્રણીઓના હસ્તે ઈનામો આપવામાં આવ્યા હતા. આ રાસોત્સવમાં શહેર ભાજપ મહિલા મોરચાના બહેનોએ બહોળી સંખ્યામાં હાજર રહી આ રાસોત્સવનો લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓની ટીમ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.