Abtak Media Google News

અબતક, રાજકોટ

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનાં પરમ શરણમાં 20વિં ફેબ્રુઆરી, 2022ના શુભ દિવસે  ભાગવતી જૈન દીક્ષા ગ્રહણ કરવા તત્પર બની રહેલા 9 પુણ્યાત્માઓની દીક્ષા આમંત્રણ પત્રિકાનું આલેખન તા.30વિં જાન્યુઆરી, 2022 રવિવારે, સવારે 9:30 કલાકે, મુંબઈથી 70  દૂર સ્થિત પરમધામ સાધના સંકુલના આંગણે કરવામાં આવ્યું છે.

અહિંસા, સત્ય, અચોર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પંચ મહાવ્રતોનો સ્વીકાર કરીને આત્મ અહિતકારી એવા અવગુણોથી પાછા ફરી આત્મગુણોના માર્ગ પર પ્રયાણ કરવાનો માર્ગ એટલે  ભાગવતી જૈન દીક્ષા. જન્મો જનમના ઈચ્છા, અપેક્ષા, આગ્રહ અને અધિકારનાભાવોથી યુક્ત આ સંસારના સંબંધો અને તેમના પ્રત્યેની સ્વયંની લાગણીનો સહર્ષે ત્યાગ કરી આત્મિક સંતોષમય જીવન એટલે દીક્ષા જીવન. જગતના સર્વ જીવો તરફ મિત્રતાનો હાથ આગળ વધારતા ભવતારક એવા દીક્ષા જીવનનો સ્વીકારવા કરવા સજ્જ થયેલા 9 પુણ્યાત્માઓ-મુમુક્ષુ શ્રી ભવ્યભાઈ મનીષભાઈ દોશી(આકોલા), તેમના માતાશ્રી મુમુક્ષુ  નિશાબેન મનીષભાઈ દોશી(આકોલા), મુમુક્ષુ પ્રિયંકાબેન બકુલભાઈ પારેખ (આકોલા), મુમુક્ષુ નિધીબેન નિતીનભાઈ શાહ (રાજકોટ), મુમુક્ષુ હિતાલીબેન હીમાંશુભાઈ દોશી(કોલકાતા), મુમુક્ષુ  જીનલબેન આશિતભાઈ શેઠ(કોલકાતા), મુમુક્ષુ પાયલબેન મહેશભાઇ પનપારિયા(મુંબઈ), મુમુક્ષુ રિયાબેન કલ્પેશભાઈ દડિયા(મુંબઈ)અને મુમુક્ષ દેવાંશીબેન દિલેશભાઈ ભાયાણી (મુંબઈ)ના ભાગવતી જૈન દીક્ષા મહોત્સવનાં દિવસો નજીક આવી રહ્યાં છે. ત્યારે આમંત્રણ પત્રિકાનાં આલેખનથી મહોત્સવનો શુભારંભ થશે.

14 થી ર0 ફેબ્રુઆરી સુધી વિવિધ પ્રકારના સંયમ અનુમોદક કાર્યક્રમોના આયોજન 

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ આદિ 5 સાધુ ભગવંતો તેમજ બાપજી પૂજ્ય લલિતાબાઈ મ.સા. ના સુશિષ્યા, ડો. પૂજ્ય તરુલતાબાઈ મ.સા, ડો. પૂજ્ય જશુબાઈ મ.સા. વગેરે પૂજ્યવરા મુક્ત-લીલમ ગુરુણીના સુશિષ્યા પરિવાર-વિરલપ્રજ્ઞા પૂજ્ય વિરમતીબાઈ મ.સા. આદિ અનેક મહાસતીજીના સાંનિધ્યે આ અવસરે સર્વ ભાવિકો ઉત્સાહ ભાવે ઉપકારી તીર્થંકર પરમાત્મા, ગણધર ભગવંતો અનેગુરુ ભગવંતોને દીક્ષા પ્રસંગે ભાવ દેહે ઉપસ્થિત રહીને શ્રેષ્ઠ સંયમ જીવન માટેના આશીર્વાદની યાચના કરશે. મંગલ ગીતો ગવાશે, હૃદયના ઉમંગ સાથે પત્રિકા લખાશે, સંયમભાવોની અનુમોદના કરતાં પરમધામ સાધના સંકુલના પરમાણુઓ ત્યાગના ભાવોથી ભાવિત થશે.

આ અવસર બાદ, 14મી. ફેબ્રુઆરી થી 20મી. ફેબ્રુઆરી 2022 સુધી જ્યારે વિવિધ પ્રકારના સંયમ અનુમોદક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે ત્યારે શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવના સંઘપતિ બનવાનો લાભ ધર્મવત્સલા શ્રી માનસીબેન પરાગભાઈ શાહ પરિવાર- ધ્રુવીબેન મનનભાઈ શાહ તેમજ ધર્મવત્સલા માતાશ્રી કંચનબેન રમણીકલાલ શેઠ પરિવાર- મિલીબેન જીગરભાઈ શેઠ તેમજ સમગ્ર દીક્ષા મહોત્સવના સ્વામીવાત્સલ્યના લાભાર્થી વિસાવદર નિવાસી ધર્મવત્સલા માતાશ્રી તારાબેન ચુનીલાલ મોદી(બાદશાહ પરિવાર)  ધર્મવત્સલ દીનેશકુમાર ચુનીલાલ મોદી લઈને ધન્ય બન્યા છે.

ભવોભવ ભોગ અને ભોગીની અનુમોદના કરી આપણે અનંત જન્મ મરણ વધાર્યા છે, મહાત્યાગ અને ત્યાગીની અનુમોદના કરી જન્મો જનમને સીમિત કરવાં  સર્વને  ભગવતી જૈન દીક્ષા મહોત્સવના સર્વ  કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા માટે પરમધામ સાધના સંકુલ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.