Abtak Media Google News

ભારત માતાકી જય,  વંદે માતરમ્ના જય ઘોષથી જબરુ દેશભક્તિ વાતાવરણ: સ્વયંસેવકોના બેન્ડથી ભવ્ય આકર્ષણ જામ્યું

રાજકોટમાં રવિવારે 1,જાન્યુઆરી-2023 ની સાંજે રેલ નગર કોઠારીયા તથા કાલાવડ રોડ એમ ત્રણ દિશાઓમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ત્રણ વિસ્તાર( ત્રણ ઝોન) મારુતિ વિસ્તાર, નટરાજ વિસ્તાર વર્ધમાન વિસ્તારના પથ સંચલનો ઉત્સાહ પૂર્વક વાતાવરણમાં  થયા. સ્વયંસેવકો બહોળી સંખ્યામાં સંચલનમાં ભાગ લીધો હતો.

આ  સંચલનમાં શિસ્ત, અનુશાસન, સમય પાલનના દર્શન થયા હતા. અને નગરના વાતાવરણને ભારત ભક્તિથી ભરપૂર બનાવી દીધું.

વિવિધ સોસાયટીઓ સંસ્થાઓ તથા સમાજના અગ્રણીઓએ આ પથ સંચલનનું ઠેર ઠેર પુષ્પ વર્ષા કરી સ્વાગત કર્યું. ભારત માતાકી જય, વંદે માતરમના જય ઘોષથી જબરુ દેશભક્તિ વાતાવરણ ઊભું થયું હતું. આ સંચલનમાં વિદ્યાર્થીઓ, તબીબી, વકીલો, પ્રાધ્યાપકો, શ્રમજીવીઓને એક સાથે ચાલતા જોઈ  સામાજિક સમરસતાનો અનુભવ થયો હતો. જે ક્ષણો યાદગાર બની હતી.

સંઘના શતાબ્દી વર્ષની પૂર્વ તૈયારીના ભાગરૂપે આ વર્ષથી રાજકોટ મહાનગરમાં  પાંચ વિસ્તારના અલગ અલગ સંચાલનો ની યોજના બની છે. તેમ જગતભાઇ વ્યાસની યાદીમાં જણાવાયું છે.d

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.