Abtak Media Google News

રાષ્ટ્રીય સ્વયંસેવક સંપ પ્રેરિત સેવા ભારતી દ્વારા થયેલા સેવા કાર્યો, કોરોના મહામારીના કારણે સામાન્ય જનજીવન પર થયેલી સ્વાસ્થ્ય તેમજ આર્થિક સ્થિતિ અંગેની માહીતી વિષયક સંઘના ભૈયાજી જોશીનો રાજકોટ ખાતે તાજેતરમાં બે દિવસનો પ્રવાસ યોજાઇ ગયો આ અંગે ઉઘોગપતિઓના અભિવાદન અને ચર્ચા વિચારણા અર્થે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

તાજેતરમાં રાજકોટ પ્રવાસે આવેલા ભૈયાજી તેમના પ્રવાસના પ્રથમ ચરણમાં ડો. હેડગેવાર ભવન રાજપૂત પરા ખાતે આત્મનિર્ભર ભારત અભિયાનના સાચા પ્રહરી એવા નવ ગણમાન્ય ઉઘોગપતિઓનું સન્માન પત્ર અને ભારત માતાની છબી અર્પિત કરી અભિવાદન કયુૃ હતું. આ ઉઘોગપતિઓ સાથેની ચર્ચામાં લોકડાઉન જેવી કપરી પરિસ્થિતિમાં પણ કોરોના પીડિત દર્દીઓના જીવન માટે આવશ્યક એવું વેન્ટીલેટરનું નિર્માણ ઉપરાત એ.૯૫ માસ્ક બનાવવાની મશીનરી અને મેડીકલ સાધન સરજામનું ઘર આંગણે નિમાણ ના નવતર સફળ પ્રયોગો કરી સામાન્ય ભારતીય સમાજને સહાયરુપ થવા ઉપરાંત આ ક્ષેત્રે આત્મ નિર્ભરતા તરફ પ્રથમ સાહસિક કદમ ઉઠાવવા બદલ બિરદાવ્યા હતા. ઉઘોગપતિઓમાં પરાક્રમસિંહ  જાડેજા, જયોતિ સીએનસી, રુપેશભાઇ મહેતા, ભરતભાઇ શાહ, પેલીકન ઇન્ડસ્ટ્રી, રાજુભાઇ દોશી, રાજુ એન્જી ઉ૫સ્થિત રહ્યા હતા.

પ્રવાસના બીજા દિવસે ભૈયાજી રાષ્ટ્રીય સ્વયસેવક સંઘના પ્રાતીય અધિકારીઓ સાથેની એક દિવસની બેઠક દરમ્યાન રાષ્ટ્રીય સ્વયસેવક સંઘનું કાર્ય સમાજમાં આમ જનજીવનની કોરોના સંક્રમણ અને તેને આનુષાગીક આથિક સામાજીક તકલીફો સંઘ દ્વારા થયેલા સેવા કાર્યો  અને ભવિષ્યમાં આવનારા પડકારો અને એમાં સંઘ સમાજને વધારેમાં વધારે મદદરુપ કઇ રીતે થઇ શકે જેવા વિષયો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠક બાદ ભૈયાજી પોતાના પૂર્વ આયોજીત કાર્યક્રમ અનુસાર અમદાવાદ જવા રવાના થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.