Abtak Media Google News

વિશ્વભરમાં ચાલી રહેલી કોરોના મહામારીના કારણે આર્થિક અને માનસિક સ્થિતિ કપરી બની ગઈ છે. આવા સંજોગોમાં RBI(રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા)એ આપેલા રિપોર્ટમાં કોરોનાનો ચેપ વધતા ગ્રાહકોનો વિશ્વાશ ઓછો થયો છે, તેવું કહ્યું છે. RBIએ એક સર્વે કર્યો હતો તેના પરથી માહિતી મળી છે કે, ગ્રાહક વિશ્વાશ સૂચનઆંક જાન્યુઆરીમાં 55.5ની સામે ઘટીને 53.1 પર પોહચી ગયો છે. ગ્રાહકના આત્મવિશ્વાસમાં આ ઘટાડો કોરોના સંક્ર્મણના વધારાને આધારભૂત છે. અર્થતંત્ર અત્યારે નાજુક હાલતમાં જોવા મળે છે, જેમાં નોકરીનો અભાવ, આવકમાં ઘટાડો, ફુગાવો અને મોંઘવારીમાં વધારો આ બધા પરિબળો મહત્વનો ભાગ ભજવે છે.

ભવિષ્યમાં પણ આત્મવિશ્વાસનો અભાવ

સર્વે અનુસાર, ભવિષ્યમાં ગ્રાહકોનો વિશ્વાસ ઘટીને 117.1 થી ઘટીને 108.8 પર આવી ગયો છે. RBIનો આ સુંચકઅંક ઇન્ડેક્સ બજાર અને સરકાર પર ગ્રાહકોના વિશ્વાસની તાકાત અને નબળાઇ દર્શાવે છે. જ્યારે સુંચકઅંક 100થી ઉપર હોય ત્યારે આશાવાદી વલણ અને જ્યારે 100થી નીચે આવે ત્યારે નિરાશાવાદી વલણ દર્શાવે છે. અહેવાલમાં એવું પણ જણાવામાં આવ્યું છે કે, લોકો આવતા નવા વર્ષને લઈને ખુબ આશાવાદી છે.

મોંઘવારી ભવિષ્યમાં ચિંતા ઉભી કરી શકે

સર્વેમાં સામેલ લોકોએ જણાવ્યું છે કે કોરોના સંકટની વચ્ચે તેમની આવકમાં ઘટાડો થયો છે. તે જ સમયે, વધતા ફુગાવાના કારણે તેમના ખર્ચમાં વધારો થયો છે. લોકો રોજબરોજની વસ્તુથી લઈ ઘણી બધી વસ્તુના વપરાશમાં ઘટાડો કરી રહ્યા છે પરંતુ મુશ્કેલીનો અંત નથી આવતો. સર્વે મુજબ ગ્રાહકો વધતા જતા ફુગાવાના સંકટનો સામનો કરી રહ્યા છે.

RBIએ ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ નાણાકીય સમીક્ષામાં કહ્યું છે કે, મોંઘવારી વધશે. RBIએ 2021-22 ના પહેલા સત્રમાં 5.2%, 2021-22 ના બીજા સત્રમાં 5.2% અને 2022 ના ત્રીજા સત્રમાં 4.4% ફુગાવો વધશે એવો અંદાજ મૂક્યો છે. તેનો અર્થ એ કે મોંઘવારી લોકોને વધુ પરેશાન કરશે. આ સ્થિતિ મધ્યવર્ગ અને નીચલા વર્ગ માટે બહુ કપરી રહશે.

13 શહેરોમાં આ સર્વે કરવામાં આવ્યો હતો

RBIનો આ સર્વે 27 ફેબ્રુઆરીથી 8 માર્ચની વચ્ચે 13 મોટા શહેરોમાં કરવામાં આવ્યો હતો. તેમની ધારણા અને અપેક્ષા વર્તમાન આર્થિક પરિસ્થિતિઓ, રોજગાર પેદા કરવા, ફુગાવા અને આવક અને ખર્ચના મુદ્દાઓ આ અહેવાલમાં સામીલ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.