Abtak Media Google News

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતા તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાની ઉપસ્થિતિમાં ભાજપા સંગઠન પર્વ, બુથ સમિતિની સંરચના, સેવા સપ્તાહ તેમજ આગામી કાર્યક્રમોના સંદર્ભમાં દક્ષિણ ઝોન તેમજ મધ્ય ઝોનની બેઠક યોજાશે.

દક્ષિણ ઝોનની બેઠક સોવરીન બંગલોઝ, હોટલ પેસેફીક- ઇન પાછળ, કામરેજ ચાર રસ્તા, નેશનલ હાઇ-વે નં. ૮, સુરત ખાતે યોજાશે. જેમાં ડાંગ, વલસાડ, નવસારી, સુરત શહેર, સુરત જીલ્લો, તાપી, ભરૂચ અને નર્મદા જીલ્લા તથા મહાનગરનો સમાવેશ થાય છે.

મધ્ય ઝોનની બેઠક સાંજે ૪.૦૦ કલાકે વડોદરા શહેર ભાજપા કાર્યાલય, પંડિત દીનદયાળ ભવન, મનુભાઇ ટાવર, સયાજીગંજ, વડોદરા ખાતે યોજાશે. જેમાં વડોદરા શહેર, વડોદરા જીલ્લો, છોટાઉદેપુર, પંચમહાલ, મહિસાગર, દાહોદ, આણંદ અને ખેડા જીલ્લા/ મહાનગરોનો સમાવેશ થાય છે.

બેઠકોમાં ઝોનમાં આવતાં જીલ્લા/મહાનગરોના પ્રદેશ હોદ્દેદારો, સંગઠન પર્વના ઝોન ઇન્ચાર્જ-સહ ઇન્ચાર્જ, જીલ્લા/મહાનગરના પ્રભારીઓ, જીલ્લા/મહાનગરના પ્રમુખ/મહામંત્રીઓ, જીલ્લા/મહાનગરના સંગઠન પર્વના ઇન્ચાર્જઓ તથા સંરચના અધિકારી-સહઅધિકારીઓ ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.