Abtak Media Google News

લોકડાઉન પુરૂ થવાં છતાં સ્થિતિ થાળે પડવાની નથી

એમએસએમઇ ક્ષેત્રને બેઠું કરવા તત્કાલ પગલા ભરો: પ્રદેશ કોંગ્રેસની મુખ્યમંત્રીને રજુઆત

જીઆઇડીસીના એકમો માટે પ હજાર કરોડનું રાહત પેકેજ આપો, નાના વેપારી ધંધાર્થીઓને ર થી પ લાખની વગર વ્યાજની લોન આપો

રાજયના એમએસએમઇ ક્ષેત્રને બેઠું કરવા સરકાર તાત્કાલીક આવશ્યક પગલા ભરે તેવી પ્રદેશ કોંગેસે મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરી છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડાએ રાજયના મુખ્યમંત્રીને વિસ્તૃત પત્ર પાઠવી જણાવ્યું છે કે

એમએસએમઇ એકમોની આવક લાંબા લોકડાઉનનાં સમયમાં બિલકુલ બંધ થયેલી છે. પરંતુ તેમના ખર્ચ જેવા કે  પગાર, વ્યાજ, ભાડું વગેરેમાં ખાસ ઘટાડો થયેલ નથી. આ કારણથી એમએસએમઇ એકમોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલી બેનલુ છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રાહત પેકેજમાં પણ એકમોને ખાસ કોઇ લાભ આપવામાં આવેલ નથી. ઉદ્યોગ જગત માટે તેઓએ ભરવાના થતાં લોનના હપ્તા વિલબિત કરેલ છે તેમજ તેમણે ભારવા પડતા વૈધાનિક પત્રકો માટે સમય મર્યાદા વધારી આપેલ છે. પરંતુ આ ક્ષેત્ર માટે સીધો કોઇ લાભ આપવામાં આવેલ નથી અથવા આપેલ લાભ પૂરતો નથી. જો આ ક્ષેત્ર પડી ભાગશે તો તેની સીધી અસર રોજગારી તેમજ સામાજિક અને આર્થિક વ્યવસ્થા પર પડશે.

એમએસએમઇ ક્ષેત્રમાં સરકાર તરફથી સહાયની તાકીદે જરૂરિયાત ઊભી થઇ છે. લોકડાઉન પુરું થતાં પણ આ ક્ષેત્રની પરિસ્થિતી તુરત જ થાળે પડવાની નથી. અત્યારે આ એકમોની પુરવઠા અને બજારની સાંકળ ખોરવાયેઇ છે. તેને દુરસ્ત કરવામાં સરકારે મોટા ભાગ ભજવવો પડશે.

આ સાથે જ એ ક્ષેત્રમાં કામ કરતાં કામદારો પરત ફરશે તો જ આ એકમો પોતાનું કામ ફરી ચાલુ કરી શકશે. આ માટે સરકારે નાના એકમો કે જેમની પાસે સંસાધનોની ઉણપ હોય છે ત્યાં કામદારોની સુરક્ષા જળવાઇ રહે તેવી સગવડો ઊભી કરી કામદારોને વિશ્ર્વાસ આપવો પડશે.

એમએસએસઇ એકમો માટે આ સંજોગોમાં સૌથી મોટી સમસ્યા નાણાંકીય વ્યવહારોની રહેશે. આ એકમો પાસે સામાન્ય સંજોગોમાં પણ રોકડ અસ્કાયમતો ઓછી હોય છે. લાંબા લોકડાઉન અને ત્યારબાદના મંદ અર્થતંત્રને કારણે ઘણા એમએસએમઇ એકમોએ પોતાનું નાણાંકીય ચક ફેરવવું અશકય બનશે. આ અંગે સરકારની ફરજ બને છે કે બજારમાં જરૂરી નાણાંકીય પ્રવાહિતા જળવાઇ રહે. આરબીઆઇના પગલાને કારણે રોકડ પ્રવાહિતા વધવાની શકયતા છે.

પરંતુ તે પગલાં પૂરતા નથી કારણ કે અત્યારે બેંકો અને નાણાંકીય સંસ્થાઓ માટે અવિશ્ર્વાસનું વાતાવરણ પેદા થયું છે. આ સંસ્થાઓ પોતાના નાણાં ડૂબવાના ભય હેઠળ નાના એકમોને ધિરાણ આપવામાં ખચકાટ અનુભવે તે સ્વાભાવિક છે. આ માટે આપણાં રાજયોના નાના એકમોને બેંકો અને અન્ય સંસ્થાઓ દ્વારા ધિરાણ આસાનીથી મળી રહે તે માટે સરકાર તરફથી નાણા પરતની બાંહેધરી મળી રહે તે પ્રમાણેની જોગવાઇ કરવી જરૂરી બને છે.

તમામ મોટી અને નાની નીઆઇડીસી વસાહતોના ઉદ્યોગો માટે તત્કાળ રૂા.૫૦૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કરવું જરૂરી છે. સ્થળાંતરિત મજૂરોને પાછા બોલાવે, તો જ ઉદ્યોગો પણ તરત શરૂ થઇ શકશે.

જેઓ જીએસટીના દાયરામાં આવતા નથી તેવા નાના વેપારીઓ અને ઉદ્યોગો માટે પણ રૂા.૨ લાખથી ૫ લાખની વગર વ્યાજની બેંક લોનની વ્યવસ્થા કરવી, આ વેપારીઓની ગુમાસ્ત ધારા હેઠળ નોંધણી થયેલી છે. તેથી તેમની ઓળખ કરવાનું આસાન છે.

રાજયના સરકારી લેણામાં નાના એકમોને સંપૂર્ણ માફી આપવી જોઇએ અને પછીના એક વર્ષ સુધીના લેણાં વિલબિત કરવા જોઇએ. આ સાથે જ રાજય સરકારે ચુકવવાના થતાં નાણાં નાના એકમોને તાત્કાલિક ચૂકી આપવા જોઇએ જેથી તેમની નાણાંકીય પ્રવાહિત જળવાઇ રહે. ગુજરાતીઓ પોતાના ખમીર અને મહેનત માટે વિશ્ર્વભરમાં જાણીતા છે. આ વિકટ સમયમાં જો તેમણે થોડો ટેકો આપવામાં આવશે તો ચોકકસ તેઓ આ પરિસ્થિતિ સામે સફળતાપૂર્વક લડી અગાઉ કરતાં પણ વધારે મજબૂત બની બહાર આવશે. તેમ કોંગ્રેસ અંતમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.