Abtak Media Google News

પાસ, લલીત વસોયા અને વિઠ્ઠલભાઈના આશિર્વાદ મળવાનો રેશ્માને આશાવાદ

નીડર અને લડાયક નેતુત્વ પૂરું પાડવાનો રેશ્માનો દ્રઢ નિશ્ચય.

બાળહઠ અને સ્ત્રીહઠની સામે લલિતભાઈ વસોયા અને વિઠ્ઠલભાઈએ પણ ઝૂકવું પડશે

પાસ, લલીત વસોયા અને વિઠ્ઠલભાઈના આશિર્વાદ મળવાનો રેશ્માને આશાવાદ

નીડર અને લડાયક સ્વભાવ સાથે રાજકારણમાં પોતાનું આગવુ સ્થાન પ્રાપ્ત કરનાર રેશ્મા પટેલે પોતાની રાજકીય કારકીદી અંગેની નિખાલશ વાતચીત ‘અબતક’ મીડિયા સાથે વિશેષ‚પે કરી હતી.  રેશ્મા પટેલે જણાવ્યું હતું કે તેમનો જન્મ લોકક્રાંતિમાંથી થયો છે. આમતો તમામ લોકો વુમન એમ્પાવરમેંટની વાતો કરતાં હોય છે. પરંતુ જ્યારે ફિલ્ડમાં ઊતરીએ ત્યારે પુરુષપ્રધાન સમાજ નો સામનો કરવો પડતો હોય છે. અને ઘરમાં આપણે દેવીઓની યુજા કરીએ છીએ પરંતુ એજ દેવી જ્યારે સમાજના સુધારા માટે મેદાનમાં આવે તો ક્યાક તેને પીછેહટ કરવા માટે મજબૂર કરવામાં આવે છે.

પરંતુ દુનિયામાં ચેલેંજ તો હમેશા અહેવાની છે માટે નીડરતાથી તેનો સામનો કરીશ. પોતાના અગ્રેસિવ સ્વભાવ અંગે પૂછતાં તેમણે કહ્યું કે કેટલીક વખત મારા સ્વભાવને લીધે બાધાઓ અને વ્યક્તિગત નુકશાન થયું હોવાનું પણ બન્યું છે, પરંતુ મારાથી ખોટું જોવાતું નથી વધુ તેમણે કહ્યું કે પોતે ૨૧ દિવસના ઉપવાસ કરેલ છે. અને જેલની સજા પણ ભોગવી લીધી છે. એટલે કોઈનો ભય નથી પરંતુ ગુસ્સો લોકો ઉપર નથી  પરંતુ કરપ્ટ સિસ્ટમ ઉપર આવે છે,

હાર્દિક અંગે પૂછતાં તેમણે કહ્યું કે લીડરશીપ જ્યારે કોઈને આપવામાં આવે ત્યારે એવું હોય છેકે સામે બોલવું નહિ પરંતુ હાર્દિક મારો ભાઈ છે અને તેને હું જ‚ર પડ્યે માર્ગદર્શન આપીશ હું તો આજના સાહસિક યુવાઓને પણ રાજકારણમાં જોડાવાની પ્રેરણા આપવા માગું છું કારણકે સામાન્ય રીતે લોકોમાં માનસિકતા હોય છે કે રાજકારણ ગંદુ છે પણ ભ્રષ્ટ નીતિને સાફ કરવા કોઈએ તો ગંદકીમાં પડવું જ પડશે. અબતકના માધ્યમથી હું કહેવા માગું છું કે હું મારી જન્મભૂમી પોરબંદરથી જ ચૂંટલી લડી રહી છું.

પોતાની કેરિયર વિશે પૂછતાં તેમણે કહ્યું કે નાનપણથી જ મે શિખ્યું કે જીવનમાં કઈક મહત્વાકાંક્ષી લક્ષ્ય હોવો જોઈએ. હું ભલે રાજકારણમાં હોય પરંતુ મારી કેરિયર બનાવવી કે બગાડવાની ત્રેવડ કોઈપણ રાજનેતા કે પાર્ટીની નથી, માટે કોઈનું દબાણ કે જોર મને અસર કરી શકતું નથી લોકો માનતા હોય છે કે સમાજ અને રાજકારણ જુદા છે. પરંતુ તે સમાજનો અવિભાજ્ય હિસ્સો છે તેને વિખૂટા પાડી શકાય નહિ આજે રાજકારણમાં પ્રવેશ માટે કોઈ પક્ષ જ સમગ્ર નિર્ધાર આપતા થયા ત્યારે સારા લોકોને તક મળતી નથીDsc 7418

હાલ ૫૦ ટકા વોટબેંક મહિલાઓની છે જેનો ખરા અર્થમાં તેમણે ઉપયોગ કરવો જોઈએ પાટીદાર અનામત આંદોલન સંમતિમાથી છૂટા પડેલા ભાજપના કાર્યકર હવે જ્યારે ભાજપ વિરોધી આવ્યા છે. ત્યારે આ અંગે પોતાનો સ્પષ્ટ મત રજૂ કરતાં તેમણે કહ્યું કે કેટલાક ધુરંધર વિશે અને મહારાજાઓ એકજ શક્તિ સામે શરણાગતિ પ્રાપ્ત કરી ચૂકેલ છે, એછે સ્ત્રીહઠ અને બાળહઠ તેમણે પણ પાસ અને એસપીજીના વડીલો અંગે વિશ્વાસ છેકે પોતે સ્ત્રીહઠ અને બાળહઠથી વડીલોને મનાવી અને તેના આશીર્વાદ પણ મેળવશે. કોગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને વિઠ્ઠલભાઈ પણ તેને સમર્થન આપશે તેવો વિશ્વાસ દાખવ્યો હતો. કારણકે વડીલો જ આશિર્વાદ અને હથિયારો અપાવે છે, ગુજરાત પ્રથમ એવું રાજ્ય બન્યું કે જેમાં ઇબીસી ૧૦ ટકા રાખવાનો નીર્ણય લેવાયો પરંતુ રેલ્વે જેવી કેટલીક ભરતીઓ માટે ઇબીસી જેવી રાહતો કોઈ કામની નથી.

જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે રાષ્ટ્રપ્રેમના નામે વિવિધ મુદ્દાઓ ચગાવવામાં આવતા હોય છે અને લોકોની ધાર્મિક લાગણી અને સંવેદનાઓને  આર્કશી મત હાસિલ કરવામાં આવતા હોય છે. જ્યારે સમાજમાં ઘરે ઘરે મત મેળવવાની વાત હોય ત્યારે યુવાનો અને મહિલાઓને આગળ કરવામાં આવે છે. પરંતુ તેમને નેતૃત્વ તરીકે સ્થાન શામાટે નથી અપાતું? હું મારી જન્મભૂમિ,કર્મભૂમિ પોરબંદરને ભષ્ટ્રાચાર મુક્ત રાજભૂમિ બનાવવા માગું છું.

ચુંટણી નજીક આવે ત્યારે રામમદિર ગોધરાકાંડ જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. આજના નેતાઓને કહેવા માગીશ કે જો દાદાગીરી જ કરવી હોય તો તાકાતવાળા વ્યક્તિ સાથે કરો નહિ કે ગરીબ અને મધ્યમવર્ગીય લોકો માટે સરકારી ધારાધોરણો અને કાયદા તો મજબૂત છે પણ તે યોજનાઓ લોકો સુધી પહોચની નથી માટે કાયદાના અમલીકરણનું માળખું મજબૂત કરવું પડશે. પોતાના અંગત જીવન વિશે તેમણે કહ્યું કે હું જ્યારે નાની હતી ત્યરાએ મારા માતા બોરિચામાં નોકરી કરતાં હતા.

Dsc 7440

એટલે બાળપણથી જ મેર સમાજ સાથે જોડાયેલ છું અને સમાજ જ મારો પરિવાર છે.જીવનમાં કેટલાક સંધર્ષો જોયા છે માટે ભય નથી અને લોકો મારી તાકાત છે. તેમાં માટે લડવા હું કટીબધ્ધ છું. હાલ ભાજપ પક્ષ ચૂંટણી જીતવા માટે મહત્વપૂર્ણ શબ્દોનો ઉપયોગ કરે છે જેમાં પાકિસ્તાન, આતંકવાદ, રાષ્ટ્રપ્રેમ, ધર્મવાદ આ એવા શબ્દો અને મુદ્દાઓ છે જેમાં લોકો મંત્રમુગ્ધ થઈ જતા હોય છે અને પોતાનો મહત્વપૂર્ણ મત ભાજપને આપી દે છે.

તેણે વધુમાં જણાવ્યું હતું કે, રેશ્મા પટેલ પાસ, એસપીજી સાથે હરહંમેશ રહેશે કારણ કે તે બન્ને સંસ્થાના મુદ્દાઓને આવકારે છે પરંતુ તેમનું પાસમાંથી નિકળવાનું કારણ તેમના મુદ્દા નહીં પરંતુ જે કાર્ય પધ્ધતિ અને કાર્યશૈલીથી કામ કરવામાં આવતું હતું તેનો હતો જે કારણોસર તે પાસ પક્ષમાંથી છુટા પડયા હતા અને અંતમાં રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, પોરબંદર મારી જન્મભૂમિ તો છે જ પરંતુ તેને હવે મારી કર્મભૂમિ પણ બનાવીશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.