Abtak Media Google News

એલ.એફ.ડબલ્યુ અને સંયુકત રાષ્ટ્ર આયોજીત મુંબઈ ખાતેના સસ્ટેઈનેબલ ફેશન ડેમાં ફરતી અર્થવ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરતી ફેશન અને ટાકઉપણા પર ચર્ચા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઈ.એલ) દ્વારા ‘ફેશન ફોર અર્થ’ પહેલનો ભારતમાં સંયુકત રાષ્ટ્રો અને લેકમે ફેશન વીક સાથેની ભાગીદારીમાં એલ.એફ.ડબલ્યુ વિન્ટર, ફેસ્ટિવ સિઝન ૨૦૧૮માં સરકયુલર ડિઝાઈન ચેલેન્જનો પ્રારંભ કરાયો હતો.

ભારતમાં તમામ ફેશન અને પ્રોડકટ ડિઝાઈનરો માટે ખુલ્લા એવા આ પડકારનો હેતુ ફેશન અને વસ્ત્ર ઉધોગમાં ટકાઉપણાને પ્રાધાન્ય આપતા વિજેતાઓને ઓળખવાનો છે અને ફરતી રચનાની વિચારણા, નકામી સામગ્રીના નવિનીકરણ અને ફેશન ઉધોગની પર્યાવરણીય અસરને ઘટાડવા માટેના ઉકેલો માટેનો આ વિચાર છે.

ટકાઉ ફેશન માટેની ફરતી અર્થવ્યવસ્થા અંગેની અવધારણા અંગે સંયુકત રાષ્ટ્રો સાથેની ભાગીદારી પર ટીપ્પણી કરતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના પેટ્રોરસાયણ વિભાગના ચીફ ઓપરેટીંગ ઓફિસર (સીઓઓ) વિપુલ શાહે જણાવ્યું હતું કે, ભારતમાં ટકાઉ ફેશના વિકાસને મજબુત બનાવવા માટે સંયુકત રાષ્ટ્રો અને એલ.એફ.ડબલ્યુ સાથેના જોડાણ અંગે અમે ગર્વ અનુભવીએ છીએ. આ જોડાણ ટકાઉ રીતે સામગ્રીના ઉપયોગ પર ભાર મુકે છે અને ટકાઉ ફેશનમાં લોકોને સહભાગી બનાવવા શિક્ષણ આપશે. જેના દ્વારા ભવિષ્યની પેઢીઓના જીવનની ગુણવતામાં સુધારો કરવા માટે તેઓ ભાગીદાર બનશે. આ પડકારને પર્યાવરણ ક્ષેત્રે વૈશ્વીક અગ્રણી સંસ્થા યુએન પર્યાવરણ દ્વારા ટેકો આપવામાં આવ્યો છે.

આ પ્રક્રિયામાં પ્રવેશ માટેના નિર્ણય બાદ નિષ્ણાંત જયુરી અને વિજેતાના નામની જાહેરાતનો સમાવેશ થાય છે. આ સ્પર્ધાના વિજેતા ડિઝાઈનરને તેમનો સાતત્યપૂર્ણ સંગ્રહ લેકમે ફેશન વિક સમર/રીસોર્ટ ૨૦૧૯માં પ્રદર્શિત કરવાનો અવસર મળશે. મુંબઈમાં સસ્ટેઈનબલ ફેશન ડેના પ્રારંભ વખતે ભારતના ફેશન વ્યવસાયમાં ફરતી અર્થવ્યવસ્થાને પ્રોત્સાહિત કરવાના ઉદેશ્ય સાથે ભારતમાં સંયુકત રાષ્ટ્રો અને લેકમે ફેશન વીક દ્વારા આયોજીત ફેશન એન્ડ સસ્ટેઈનેબિલિટી ડેવલપમેન્ટ વાર્તાના પ્રારંભ વખતે આ ડિઝાઈન પ્રડકારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

લેકમે ફેશન વીક ફેશન વ્યવસાયમાં રહેલી સાતત્યપૂર્ણતાને પ્રોત્સાહન આપવા, સકારાત્મક સામાજિક અને પર્યાવરણીય અસરના એજન્ડાને આગળ વધારવા પ્રતિબઘ્ધ છે અને દેશમાં આ એકમાત્ર પ્લેટફોર્મ છે જે સાતત્યપૂર્ણતા અંગે દરેક સીઝનમાં એક દિવસનું આયોજન કરે છે.

આ સત્રમાં ફેશન વ્યવસાયની મુખ્યધારા સાથે ઉતરપૂર્વ ભારતની મહિલા વણકરોને જોડવા માટે ભારતમાં સંયુકત રાષ્ટ્રો સાથે મળીને લેકમે ફેશન વીક સમર/રીસોર્ટ ૨૦૧૮માં રજુ કરવામાં આવેલા એકશન પ્લાન ઓન નોર્થ ઈસ્ટ ઈન્ડિયા રીપોર્ટ અંગે વધુ માહિતી આપવામાં આવી હતી.

આ પહેલામાં બે એકસકલુઝિવ બ્રાન્ડ પાર્ટનર તરીકે હાઉસ ઓફ અનિતા ડોંગરે (મહિલાઓ માટેના વસ્ત્રો) અને રેમન્ડ (પુરુષો માટેના વસ્ત્રો) જોડાયેલા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.