Abtak Media Google News

અબતક, નવી દિલ્હી

કોંગ્રેસ હાઇકમાન્ડે પંજાબના મુખ્યમત્રી પાસેથી રાજીનામું માંગી લીધુ છે. જેના લીધે રાજકીય ભૂકંપ સર્જાયો છે. છેલ્લા કેટલાક મહિનોઓથી પંજાબ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો હતો અને કેપ્ટનથી અનેક ધારાસભ્યો નારાજ ચાલી રહ્યા હતા અને નવા બનેલા પંજાબ અધ્યક્ષ નવજોત સીધું અને કેપ્ટન વચ્ચે વિખવાદ પરાકાષ્ઠાએ પહોચ્યું હતું, કેપ્ટને અગાઉ ચૂંટણીમાં આપેલા વચનો પૂરા કર્યા નથી તેવા આક્ષેપો પણ કોંગ્રેસ પાર્ટીના લોકો કરી રહ્યા છે. સાથે હાઈકમાન્ડ દ્વારા કેપ્ટનનું રાજીનામુ માંગતા રાજ્યપાલને મળી રાજીનામું ધરી દીધું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નવજોત સિદ્ધુએ બોલાવેલી ધારાસભ્યોની બેઠક પહેલા અમરિંદર સિંહે સોનિયા ગાંધીને કહ્યું હતું કે તેઓ આવા અપમાન સાથે પાર્ટીમાં રહી શકતા નથી.પંજાબ કોંગ્રેસ સરકારમાં વિધાનસભાની ચૂંટણીના થોડા મહિનાઓ પહેલા જ નેતૃત્વ પરિવર્તનની અટકળો તેજ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર  અમરિંદર સિંહે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને કહ્યું છે કે,અપમાન થઇ રહ્યું છે ,ત્રીજી વખત આવું થઈ રહ્યું છે. હું પક્ષમાં આવા અપમાન સાથે રહી શકતો નથી.

અમરિંદર સિંહે અધ્યક્ષ સોનિયા ગાંધીને કહ્યું કે અપમાન થઇ રહ્યું છે,
પક્ષમાં આવા અપમાન સાથે રહી શકતો નથી

છેલ્લા કેટલાક મહિનાઓમાં, નવજોત સિંહ સિદ્ધુના સમર્થક માનવામાં આવતા ધારાસભ્યોએ અમરિંદર સિંહ સામે બળવો કર્યો છે અને નવા નેતાની માંગ કરી છે. પંજાબના સંભવિત નવા મુખ્યમંત્રી માટે સુનીલ જાખર, પંજાબ કોંગ્રેસના ભૂતપૂર્વ વડા પ્રતાપ સિંહ બાજવા અને બેયંત સિંહના પૌત્ર અને સાંસદ રવનીત સિંહ બિટ્ટુ જેવા નામો નક્કી કરવામાં આવ્યા છે.

કેપ્ટન રાજીનામુ આપી બીજા પક્ષમાં જોડાશે ??       

પંજાબના મુખ્યમંત્રી પદેથી અમરીંદરસિંઘએ રાજીનામુ આપ્યા બાદ હવે તેઓ બીજા પક્ષમાં જોડાશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કેપ્ટન પંજાબમાં પાવરફૂલ હોય તેઓ બીજા પક્ષો સાથે પણ સંબંધો ધરાવે છે. તેઓ જો રાજીનામુ આપે તો ભાજપમાં જોડાઈ તેવી શકયતા વધુ જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.