Abtak Media Google News

સૌરાષ્ટ્રભરની કોલેજોના કોમર્સના વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ બિઝનેસની તકો

આર.કે. યુનિવર્સિટી ખાતે બે દિવસીય બિઝવિસ્ટા ૨૦૧૯નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ પ્રકારની ૧૪ ઈવેન્ટસ જેમકે બિઝનેસ કવીઝ, વાયરલ વિડિયો, વિડિયો મેઈકીંગ, ડેટા-ડિસકવરી, ડાન્સ કોમ્પીટીશન, વેબક્રાફટનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રની વિવિધ કોલેજોનાં વિદ્યાર્થીઓ જોડાયા છે.Vlcsnap 2019 01 29 17H48M40S129

અબતક સાથેની વાતચીત દરમિયાન ડાન્સ કોમ્પીટીશનમાં ભાગ લેનાર બંસરીએ જણાવ્યું હતુ કે અમે લોકો બી.જે. ગરેયા કોલેજનાં વિદ્યાર્થી છીએ અને અમે આર.કે. યુનિવર્સિટીના કોમ્પસમાં બિઝવિસ્ટા ૨૦૧૯ ઈવેન્ટસમાં આવ્યા છીએ અહીયાનું એટમોસફીયર ખૂબજ સા‚ છે. આર.કે.યુ.માં બિજી ઘણી બધી ઈવેન્ટસ થઈ રહી છે. અને વિવિધ કોલેજના સ્ટુડન્સોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો છે. મને ડાન્સ પર્ફોમ કરીને ખૂબજ આનંદ થયો અમને એક સા‚ પ્લેટફોર્મ મળ્યું જયાં અમે અમારી પ્રતિભાને નિખારી શકીએ.Vlcsnap 2019 01 29 17H49M41S230

અબતક સાથેની વાતચીત દરમિયાન આર.કે. યુનિ.માં અભ્યાસ કરતી હિમા સોમાણીએ જણાવ્યું હતુ કે હુ બી.બી.એ ફસ્ટયરમાં છું અમારી યુનિ. દ્વારા બિઝફિસ્ટા ૨૦૧૯નું આયોજન થયું છે. અને હું ખૂબજ ખુશ છું અમે ફસ્ટપર સ્ટુડન્ટ છીએ તેથી એટલું બધુ વર્ક નહોતુ પરંતુ અમે વિવિધ કોલેજમાં જઈને ઈન્વીટેશન આપ્યું હતુ અમારે અહીયા વિવિધ ઈવેન્ટસ જેવી કે બિઝનેસ કવીઝ, ડાન્સ કોમ્પીટીશન વિડિયો મેકીગ વગેરેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લે છે. અને મને ખૂબજ આનંદ થાય છે કે અમારી યુનિવર્સિર્ટી દ્વારા આવી સરસ ઈવેન્ટસ કરવામાં આવે છે.

Vlcsnap 2019 01 29 17H56M59S4

અબતક સાથેની વાતચીત દરમિયાન આર.કે. યુનિ.ના વિદ્યાર્થી વિશાલ વઘાસીયાએ જણાવ્યું હતુ કે બિઝવિસ્ટા ઈવેન્ટથી અમને ઘણુ બધુ નવુ શિખવા મળે છે. અમારી યુનિ. દ્વારા વિવિધ ઈવેન્ટસ જેવી કે બિઝનેસ કવીઝ, વિડિયો મેકીંગ, ડેટા ડિસકવરી,વેબક્રાફટ, ડાન્સ કોમ્પીટીશન, યોજાય હતી. તથા તા.૩૦ના રોજ સીટી કેમ્પસ ખાતે વિવિધ કોમ્પીટીશન યોજાશે. અમને ખુશી થાય છે કે અમારી યુનિ.માં રાજકોટ સહિત સૌરાષ્ટ્રની કોલેજો વિવિધ ઈવેન્ટસમાં ભાગ લે છે તે ગર્વની વાત છે.

Vlcsnap 2019 01 29 17H56M34S3

અબતક સાથેની વાતચીત દરમિયાન આર.કે યુનિ.ના વિદ્યાર્થી મૌલીક ત્રિવેદીએ જણાવ્યું હતુ કે એમબીએ ફાઈનલયર સ્ટુડન્ટ છું અમારી બિઝનવિસ્ટા ઈવેન્ટમાં ટોટલ ૧૪ ઈવેન્ટસ છે. જે બે દિવસ ચાલશે જેમાં હુ બધી ઈવેન્ટસના પ્રમોશન, રજીસ્ટ્રેશન, તથા કોઓડીનેટર છુ. તથા બિજનેસ ટાઈકુન મારો પોતાનો સ્ટોલ કરેલ છે. જે કાન વસ્ત્ર છે. જેમાં ઈયરીંગ બ્રાચીસ તથા હેન્ડી ક્રાફટની વગેરે વસ્તુઓ છે. અમારી યુનિ.માં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની કોલેજોના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર આવ્યા છે. અને વિવિધ ઈવેન્ટસમાં ભાગ લઈ રહ્યા છે.Vlcsnap 2019 01 29 17H49M21S23

અબતક સાથેની વાતચીત દરમિયાન ટ્રેઝરહન્ટમાં ભાગ લેનાર મિહિર એ જણાવ્યું હતુ કે અમે પહેલી વખત આર.કે.યુનિ.ની ઈવેન્ટમાં ભાગ લીધો છે. અને અહીયા આવીને ખૂબજ આનંદ થાય છે. કારણ કે યુનિ.નું વાતાવરણ, શિક્ષકો, વિદ્યાર્થીઓ બધા જ ખૂબ સારા છે.અને અમને ખૂબજ સપોર્ટ કરે છે. અમે ટ્રેઝરહન્ટ અને ડાન્સ કોમ્પીટીશનમાં ભાગ લીધો છે.

ક્વિઝ, ટ્રેઝર હન્ટ, પરફેક્ટ ફ્રેમ, વાયરલ વીડિયો, વેબક્રાફ્ટ સહિતની ઇવેન્ટ્સ: વિજેતાઓ માટે ઇનામોની વણઝાર

વિદ્યાર્થીઓને પોતાની આવડત ઓળખવાનો અવસર: ડો. નિલેશ કાનાણી

Vlcsnap 2019 01 29 17H48M30S41

અબતક સાથેની વાતચીતમાં આર.કે. યુનિવર્સિટી ડાયરેકટર ફેકલટી ઓફ ટેકનોલોજી ડો.નિલેશ કાનાણીએ જણાવ્યું હતુ કે બિઝવીસ્ટા ૨૦૧૯માં ૧૫થી વધુ કોલેજના ૯૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. વિદ્યાર્થીઓની અલગ અલગ પ્રકારની લાક્ષણીકતાને પારખી શકાય અને બિઝનેસ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓની બિઝનેસ સ્કીલ વધે તે મો વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં થયેલા વેપારનું અસેસમેન્ટ કરવાનું રહેશે બિઝનેસ કવીઝ આઈડીયા પ્રેઝનટેશન, તથા ટેકનીકલ વિદ્યાર્થીઓ માટે આઈઓએસના વર્કશોપ, વેબસાઈટ ડેવલોપમેન્ટ ડેટા ડિસ્કવરી વગેરે ઈવેન્ટસ રાખવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.

આર.કે. યુનિ.ને નેક એક્રેડીટેશને વધાવી : ડો. આરતી જોશીVlcsnap 2019 01 29 17H50M34S253

અબતક સાથેની વાતચીત દરમિયાન આર.કે.યુનિવર્સિટીના ડો. આરતી જોશીએ જણાવ્યું હતુ કે આખા રાજકોટની લગભગ બધી જ કોલેજોના વિદ્યાર્થીઓએ બિઝવીસ્ટા ૨૦૧૯માં ભાગ લીધો છે. આર.કે. યુનિવર્સિટી વેસ્ટર્ન રીઝનની એક માત્ર યુનિવર્સિટી છે. કે જેને નેક એકેડીટેશનથી વધાવવામાં આવી છે. અને ગર્વની વાત તો એ છે કે ભારતમાંથી સ્વચ્છ કેમ્પસમાં ચોથા નંબરનું સ્થાન મેળવી ચૂકેલ છે.

ઈવેન્ટને વિદ્યાર્થીઓનો ભવ્ય પ્રતિસાદ મળ્યો : હેતલ ઉપાધ્યાયVlcsnap 2019 01 29 17H49M08S156

અબતક સાથેની વાતચીત દરમિયાન આર.કે. યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર હેતલ ઉપાધ્યાયએ જણાવ્યું હતુ કે બિઝવિસ્ટા ૨૦૧૯માં બિઝનેસ કવીઝ ઈવેન્ટસમાં ૯૦ જેટલા વિદ્યાર્થીઓની એન્ટ્રી થઈ છે. ઈવેન્ટને ખૂબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રાજકોટ જૂનાગઢ, વાંકાનેર, વેરાવળની વગેરે કોલેજોએ ભાગ લીધો છે.Vlcsnap 2019 01 29 17H52M40S235બિઝનેસ કવીઝમાં પ્રથમ રાઉન્ડ જેમાં લેખીત ટેસ્ટ અને ત્યારબાદ તેમાંથી બેસ્ટ ૬ ટીમનું સિલેકશન કરવામાં આવશે. ત્યારબાદ તેમને ૫ અલગ અલગ રાઉન્ડ રમાડવામાં આવશે. અને વિજેતા જાહેર કરવામાં આવશે. તથા વિજેતા ટીમ અને રનરઅપ ટીમને ઈનામ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.