Abtak Media Google News

“ડ્રગ્સ ફ્રી રાજકોટ” માટેની નાઇટ મેરેથોનને પગલે

છ કલાક વાહનોને ચાલવા અને પાર્કિંગ કરવાની મનાઈ અંગેનું પોલીસ કમિશનરનું જાહેરનામું

“ડ્રગ્સ ફ્રી રાજકોટ” માટે શહેર પોલીસ દ્વારા આવતીકાલે નાઈટ મેરે ફોન આયોજન કરવામાં આવ્યું જેનો રૂટ રેસકોર્સથી રેયા ચોકડી અને ત્યાંથી ઉમિયા ચોક સુધીના રસ્તા પર જાવક નો રસ્તો બંધ કરવા અંગે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેમાં આગામી તારીખ 25 માર્ચના રાત્રે 21 કિલોમીટર અને 10 કિલોમીટરની નાઈટ હાફ મેરેથોન દોડ યોજાનાર છે તે દરમિયાન ટ્રાફ્ટિની સમસ્યા ન સર્જાય અને કોઈ અકસ્માતના બનાવ ન બને તે માટે મેરેથોન રૂટ ઉપર રાત્રીના 9થી મોડી રાત્રીના 3 વાગ્યા સુધી વાહનચાલકોને પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

Advertisement

જાહેરનામાંમાં જણાવ્યા પ્રમાણે રેસકોર્ષ રીંગ રોડ જુનો એનસીસી ચોક,આમપાલી બીજ, રૈયા રોડ, રૈયા ચોકડી, ટેલીફોન એક્સચેન્જ, કેકેવી બ્રીજ, નાના મવા બીજ, મવડી ચોકડી ઓવરબ્રિજ ઉપરથી ઉમિયા ચોક સુધી ડાબી બાજુ જાવક રસ્તો બંધ રહેશે પુનીતનગર પાણીના ટાંકા સુધી દોડવીરો જે રોડ ઉપરથી પસાર થવાના છે તે તમામ રૂટ ઉપર સર્કલ અને ડીવાઈડર ક્રોસ કરવાની તથા વાહન લઈને ચાલવાની અને વાહન પાર્ક કરવાની મનાઈ ફરમાવતું પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.