Abtak Media Google News

પંજાબથી ૧૩,૪૮૮ બોટલ વિદેશી દારૂ અને બિયર સાથે આવેલો ટ્રક ઝડપાયો

દરોડા દરમિયાન બે શખ્સો ભાગી ગયા

કેવડાવાડી અને ખંઢેરીના શખ્સોની શોધખોળ રૂ.૫૪.૭૦ લાખનો મુદામાલ કબ્જે

રાજયમાં દા‚બંધીનો કડક અમલ કરાવવા પોલીસ દ્વારા વિદેશી દારૂના ધંધાર્થી પર ધોસ બોલાવવાનું  શરૂકરી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે બે દિવસ પહેલાં રૂ.૫૪ લાખની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી લેતા શહેરના બુટલેગરોએ વિદેશી  દારૂ છુપાવવા જગ્યા ફેરવી હોય તેમ કેવડાવાડીના બુટલેગરે પંજાબથી વિદેશી દારૂનો જંગી જથ્થો મગાવી પડધરીના ખંઢેરી સ્ટેડીયમ પાછળ આહિર શખ્સની વાડીમાં છુપાવતો હોવાની બાતમીના આધારે પડધરી પોલીસે દરોડો પાડી રૂ .૩૪.૬૩ લાખની કિંમતની ૧૩,૪૮૮ બોટલ વિદેશી  દારૂ અને બિયર સાથે પંજાબના શખ્સની શોધખોળ હાથધરી છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી તાલુકાના ખંઢેરી ખાતે રણજીત ઉર્ફે રણમલ આહિર નામના શખ્સની વાડીમાં એ.પી.૨૯ટીએ. ૭૯૯૭ નંબરના ટ્રકમાં વિદેશી દારૂ આવ્યાની બાતમીના આધારે પડધરી પી.એસ.આઇ. એમ.જે.પરમાર સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. પોલીસના દરોડા દરમિયાન ટ્રકમાંથી રૂ.૩૪.૬૩ લાખની કિંમતની ૧૩,૪૮૮ બોટલ વિદેશી દારૂ અને બિયર મળી આવતા રૂ .૨૦ લાખની કિંમતનો ટ્રક કબ્જે કરી પંજાબના ટ્રક ચાલક પરમેન્દ્રસિંગ મદનલાલ ઠાકુરની ધરપકડ કરી છે.

પોલીસના દરોડા દરમિયાન હરિયાણાના ટ્રક ચાલક સુરજ ભાગી ગયો હતો. પરમેન્દ્રસિંગ ઠાકુરની પૂછપરછ દરમિયાન વિદેશી દારૂનો જંગી જથ્થો રાજકોટના કેવડાવાડી વિસ્તારના ચંદ્રેશ ઉર્ફે કાળુ જગા બ્રાહ્મણે મગાવ્યાની અને તેલગણાના ટ્રક માલિક મહાવીર બાબુલાલ હોવાની કબુલાત આપી હતી.

પડધરી પોલીસે વિદેશી દારૂ સાથે પરમેન્દ્રસિંગ ઠાકુરની ધરપકડ કરી રાજકોટના ચંદ્રેશ બ્રાહ્મણ, ટ્રક માલિક મહાવીર, ખંઢેરીના રણજીત ઉર્ફે રણમલ આહિર અને ભાગી છુટેલા ટ્રક ચાલક સુરજ સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.