Abtak Media Google News

શહેર ક્રાઇમ બ્રાન્ચ અને તમામ પોલીસ મથકના સ્ટાફ દ્વારા પકડાયેલા રૂ. પ.૩૮ કરોડની ૧,૫૦,૦૦૦ વિદેશી દારૂની બોટલ અને બિયરના જથ્થાનો સોખડા ખાતે સરકારી ખરાબોની જમીનમા દારૂના જથ્થાનો નાશ કરવામા આવ્યો છે. પ્યાસીઓના જીવ બળવા સમાન દારૂની લાખો બોટલ પર તંત્ર દ્વારા રોલર ફેરવી બોટલોનો નાશ કરવામા આવ્યો હતો. સ્થળ પર ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર મીણા,  નાયબ ક્લેકટર ચરણસિંહ ગોહેલ, ક્રાઇમ બ્રાન્ચના અધિકારી સહિત તમામ પોલીસ મથકના પી આઇની હાજરીમા ડીસીબીનો રૂ.૬૪ લાખના દા‚રૂના જથ્થા સહિત તાલુકા પોલીસ મથકની ૩૦૭૪, ગાંધીગ્રામની ૧૮,૦૭૮ અને માલવીયા પોલીસ મથકની ૧૭૩૯ બોટલોનો નાશ કરવામા આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.