Abtak Media Google News

રાજ્યભરમાં આરટીઓનું સર્વર ઠપ્પ થતા લાઇસન્સ સહિતની કામગીરી બંધ થવા પામી હતી.આરટીઓ કચેરીમાં વાહનની ઓનલાઇન કામગીરી માટેનું સારથી સર્વર ઠપ્પ થતા મંગળવારે ઉઘડતા દિવસે વાહન અને લાયસન્સ સંબધિત કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો.

સર્વર બંધ રહેતા લાયસન્સ માટે આવેલા અરજદારોને ધક્કો

આરટીઓમાં તમામ કામગીરી ઓનલાઇન છે તે વચ્ચે સારથી સર્વર બંધ થતાં લાયસન્સ સંબધિત કામગીરી ખોરવાઇ હતી. સર્વર બંધ રહેતા લાયસન્સ માટે આવેલા અરજદારોને ધક્કો પડ્યો હતો.જોકે મોડેથી સર્વર શરૂ થયું હતું આ ઉપરાંત છેલ્લા 4-5 દિવસથી વાહન સર્વર પણ સ્લો ચાલે છે જેના કારણે મોટરિંગ પબ્લિકને હાલાકી વેઠવી પડે છે.

રાજકોટ સહિત આખા રાજ્યની આરટીઓ કચેરીમાં આ સમસ્યા સર્જાઇ હતી. બીજીબાજુ અમદાવાદમાં છેલ્લા એક અઠવાયિામાં વારંવાર સર્વરની સમસ્યા શહેરના ત્રણેય આરટીઓ માં 3000 થી વધુ અરજદારોને ધક્કો પડ્યો 4 દીવસમાં ઈન્ટરનેશનલ લાઇસન્સની ચાર હજાર અરજી ફસાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.