Abtak Media Google News

દેશના મુખ્યમંત્રીઓ સાથે કોરોના મહામારીને લઈને યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ શહીદ જવાનો માટે મૌન પાળ્યું

દેશના જવાનોનું બલીદાન વ્યર્થ નહીં જાય તેવું આજે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું. આપણા માટે દેશની અખંડતા સર્વોચ્ચ છે જેની સુરક્ષા કરવા માટે આપણને કોઈ રોકી શકશે નહીં. આ માટે કોઈને પણ જરાક પણ ભ્રમમાં રાચવું જોઈએ નહીં. જો ભારતને ઉશ્કેરવામાં આવશે તો જવાબ આપવામાં કોઈપણ ખચકાટ ભારત અનુભવશે નહીં તેવું પણ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, સંકટના સમયે ભારતે પોતાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. દેશના જવાનોનું બલીદાન ક્યારેય પણ વ્યર્થ નહીં જાય. હું દેશને વિશ્ર્વાસ દાખવું છું કે, જવાનોનું બલીદાન નહીં જાય. આ મામલે કોઈએ જરાક પણ ભ્રમમાં રહેવું જોઈએ નહીં. દેશની રક્ષા કરવા માટે અમને કોઈ રોકી શકે નહીં. યોગ્ય સમયે યોગ્ય જવાબ આપવામાં ભારત સક્ષમ છે. ભારત શાંતિ ઈચ્છે છે પરંતુ ઉશ્કેરવા પર સામનો કરવા પણ ભારત તૈયાર હોવાનું વડાપ્રધાન મોદીએ કહ્યું હતું.નોંધનીય છે કે, છેલ્લા બે દિવસથી લદ્દાખની સરહદ પર ભારતીય જવાનોની શહિદી મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ચીની સૈનીકો સાથેની અથડામણમાં ૨૦થી વધુ ભારતીય સૈનિકોના મોત થઈ ચૂકયા છે. હજુ કેટલાક સૈનિકો ગંભીર હોવાનું જાણવા મળે છે.

આવા સમયે ચીને કરેલી અવળચંડાઈનો કડક જવાબ આપવાની માંગ દેશને ખુણે-ખુણેથી ઉઠી રહી છે. ત્યારે વડાપ્રધાન મોદીએ આજે મુખ્યમંત્રીઓ સાથેની વીડિયો કોન્ફરન્સ દરમિયાન ચીનને સીધો જવાબ આપ્યો હતો. વડાપ્રધાન મોદીએ ચીનને અડકતરી રીતે ગર્ભીત સુરમાં ચેતવણી આપી હતી કે, ભારત શાંતિ ઈચ્છે છે પરંતુ ઉશ્કેરવામાં આવશે તો ભારત જવાબ જ‚રઆપશે. સંકટના સમયે ભારતે પોતાની સક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. હવે દેશની રક્ષા કરવા મુદ્દે અમને કોઈ રોકી શકશે નહીં. આજે કોરોના વાયરસની તિવ્રતાને લઈ દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સ પહેલા વડાપ્રધાન મોદીએ દુશ્મનોને સીધો સંદેશો આપ્યો હતો અને ચીનના સૈનિકો સાથે થયેલી અથડામણમાં મૃત્યુ પામેલા જવાનોને બે મિનિટ મોન પાળી શ્રદ્ધાંજલી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.